Suratની શાંતિકુંજ સોસાયટીમાં અસામાજિક તત્વોના ત્રાસથી "અશાંતિકુંજ"ના લાગ્યાં બોર્ડ
સુરતના શાંતિકુંજ ગાર્ડનમાં લાગ્યા અશાંતિકુંજના બોર્ડ.સુરતના પુણા વિસ્તારમાં આવેલી શાંતિકુંજ ગાર્ડન સોસાયટીના સ્થાનિકો હેરાન થયા છે,કેમકે અસામજિક તત્વોના વધતા ત્રાસને લઈ લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ થયું છે.દારૂની ખાલી બોટલોની તસ્વીર સાથે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી છે.બાગના મેઇન્ટેનન્સના અભાવે ઉકરડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોમાં ભારે રોષ વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તારમાં પુણાગામ સરકારી સ્કૂલની બાજુમાં નવા ફળિયા ખાતે આવેલ શાંતિકુંજમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી થતી ન હોય તેમ જ તંત્ર દ્વારા તેની કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવતી ન હોવાના કારણે શાંતિકુંજ હાલ અશાંતિ કુંજ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ શાંતિકુંજ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે જેની અંદરથી દારૂ ,બિયર, ડ્રગ્સના ઇન્જેક્શન મળી આવે છે જેને લઈ લોકોમાં રોષ છે.અશાંતિકુંજનાં બોર્ડ મારી વિરોધઆ શાંતિકુંજની અંદર આ તમામ નશાકારક વસ્તુઓનું સેવન થઈ રહ્યું છે બાજુમાં જ સરકારી પ્રાથમિક શાળા આવેલી છે તેમજ શાંતિકુંજ ની અંદર ટોયલેટ બ્લોક ની સફાઈ સહિત તમામ મોરચે સુરત મહાનગરપાલિકા નું તંત્ર શાંતિકુંજની જાળવણીમાં નિષ્ફળ ગયેલું છે જે તમામ બાબતો ધ્યાને લઈ આજરોજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિકુંજ ના ગેટ ઉપર અશાંતિકુંજનું બેનર લગાવવામાં આવ્યું અને સાથે માંગ કરવામાં આવે છે કે આ શાંતિકુંજમાં 24 કલાક માટે સિક્યુરિટી ગાર્ડ આપવામાં આવે અથવા તો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં કોઈ અઘટિત ઘટના ન બને. પોલીસ પણ નથી આપતી ધ્યાનઆસપાસના સ્થાનિકોનું કહેવું છે કે,પોલીસ પણ આ બાબતે ધ્યાન આપતી નથી,જો પોલીસ સરપ્રાઈઝ રેડ કરે તો તમામ માહિતી સામે આવે અને અસામાજિક તત્વો પણ ઝડપાઈ જાય છે,ગાર્ડનમાં બાળકોને લઈને પણ જઈ નથી શકાતું તેવી સ્થતિનું સર્જન થયું છે,ત્યારે પોલીસ આવા લોકોને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.અગામી દિવસોમાં આ સમસ્યાનો નિર્ણય નહી આવે તો આંદોલન પણ કરવામાં આવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના શાંતિકુંજ ગાર્ડનમાં લાગ્યા અશાંતિકુંજના બોર્ડ.સુરતના પુણા વિસ્તારમાં આવેલી શાંતિકુંજ ગાર્ડન સોસાયટીના સ્થાનિકો હેરાન થયા છે,કેમકે અસામજિક તત્વોના વધતા ત્રાસને લઈ લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ થયું છે.દારૂની ખાલી બોટલોની તસ્વીર સાથે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી છે.બાગના મેઇન્ટેનન્સના અભાવે ઉકરડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સ્થાનિકોમાં ભારે રોષ
વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તારમાં પુણાગામ સરકારી સ્કૂલની બાજુમાં નવા ફળિયા ખાતે આવેલ શાંતિકુંજમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી થતી ન હોય તેમ જ તંત્ર દ્વારા તેની કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવતી ન હોવાના કારણે શાંતિકુંજ હાલ અશાંતિ કુંજ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ શાંતિકુંજ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે જેની અંદરથી દારૂ ,બિયર, ડ્રગ્સના ઇન્જેક્શન મળી આવે છે જેને લઈ લોકોમાં રોષ છે.
અશાંતિકુંજનાં બોર્ડ મારી વિરોધ
આ શાંતિકુંજની અંદર આ તમામ નશાકારક વસ્તુઓનું સેવન થઈ રહ્યું છે બાજુમાં જ સરકારી પ્રાથમિક શાળા આવેલી છે તેમજ શાંતિકુંજ ની અંદર ટોયલેટ બ્લોક ની સફાઈ સહિત તમામ મોરચે સુરત મહાનગરપાલિકા નું તંત્ર શાંતિકુંજની જાળવણીમાં નિષ્ફળ ગયેલું છે જે તમામ બાબતો ધ્યાને લઈ આજરોજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિકુંજ ના ગેટ ઉપર અશાંતિકુંજનું બેનર લગાવવામાં આવ્યું અને સાથે માંગ કરવામાં આવે છે કે આ શાંતિકુંજમાં 24 કલાક માટે સિક્યુરિટી ગાર્ડ આપવામાં આવે અથવા તો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં કોઈ અઘટિત ઘટના ન બને.
પોલીસ પણ નથી આપતી ધ્યાન
આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે,પોલીસ પણ આ બાબતે ધ્યાન આપતી નથી,જો પોલીસ સરપ્રાઈઝ રેડ કરે તો તમામ માહિતી સામે આવે અને અસામાજિક તત્વો પણ ઝડપાઈ જાય છે,ગાર્ડનમાં બાળકોને લઈને પણ જઈ નથી શકાતું તેવી સ્થતિનું સર્જન થયું છે,ત્યારે પોલીસ આવા લોકોને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.અગામી દિવસોમાં આ સમસ્યાનો નિર્ણય નહી આવે તો આંદોલન પણ કરવામાં આવી શકે છે.