Ahmedabad સાયબર ક્રાઇમે કર્યો સૌથી મોટો પર્દાફાશ, દેશની 60-70 હોસ્પિટલના CCTV હેક!

Feb 20, 2025 - 17:30
Ahmedabad સાયબર ક્રાઇમે કર્યો સૌથી મોટો પર્દાફાશ, દેશની 60-70 હોસ્પિટલના CCTV હેક!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV હેકની ઘટનાને લઇ સાયબર ક્રાઇમે દેશવ્યારી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટની મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદા ધંધાનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર અને યુ.પી.ના ત્રણ સુત્રધારને પકડી પાડયા છે. ચોંકાવનારી બાબત એ છે કે, રાજકોટ સહિત દેશની અનેક હોસ્પિટલો અને મોલના સીસીટીવી વાઈફાઈ હેક કરીને મહિલાઓના સીસીટીવી ફૂટેજ મેળવી લઈને યુ ટ્યૂબ કે ટેલીગ્રામ ઉપર વેચાણ માટે મુકવામાં આવતા હતા. 

800થી 4000 રૂપિયામાં વેચાતો ગંદો વ્યાયાર!

અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રના લાતુરથી પકડેલો પ્રજવલ તૈલી, સાંગલીનો પ્રજ પાટીલ અને યુ.પી.ના પ્રયાગરાજનો રહીશ ચંદ્રપ્રકાશ ફુલચંદ યુ-ટ્યૂબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ્સ બનાવીને મહિલાઓના બિભત્સ સીસીટીવી ફૂટેજ વીડિયો રૂ. 800થી 4000 રૂપિયામાં વેચતા હતા. યુઝર આઈડી, પાસવર્ડ આપીને માનસિક વિકૃતિ સંતોષવાના નામે કરોડોની કમાણીનું નેટવર્ક ચલાવતા હતા. સીસીટીવી હેક કરવામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદ મળતી હોવાની વિગતો પણ ખૂલી છે.

દેશની 60 થી 70 હોસ્પિટલના વીડિયો હેક

દેશની 60 થી 70 હોસ્પિટલના વીડિયો હેક થયા છે. મહિલાઓની ગરિમાનું ચીરહરણ કરનાર નરાધમ મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી છે. આ નરાધમો મહિલાઓની સારવારના વીડિયો 800 થી 2000 રૂપિયામાં વેચતા હતા. જેમાં પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વીડિયો, ફોટા વેચતો હોવાનું સામે આવ્યું છે. હેકરના IP એડ્રેસ રોમાનીયા અને એન્ટાલિયાના છે. આરોપીની ટેલિગ્રામમાં 100થી વધુ સબ્સ્ક્રાઇબર છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચને હોસ્પિટલ ઉપરાંત થીયેટર, મોલના મહિલાઓના વીડિયો હેક કરેલા વીડિયો મળ્યા છે. જેમાં પાયલ હોસ્પિટલના ડેટા CCTV ફેબ્રુઆરી-માર્ચ 2024માં હેક કરાયા હતા. 

અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમબ્રાંચની ટીમને આરોપીઓને ઝડપી પાડ્યા

યુ ટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ પર રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના વિવિધ વિભાગોના સીસીટીવી ફુટેજના વિડીયો વાયરલ થવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમબ્રાંચની ટીમને આરોપીઓને ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી છે. ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે રાજકોટના સીસીટીવી ફુટેજના આઇપી એડ્રેસની તેમજ છેલ્લાં ત્રણ મહિનાની વિગતો એકત્ર કરવાની સાથે યુ ટ્યુબની ચેનલ અને ટેલીગ્રામની ચેનલના ટેકનીકલ એનાલીસીસ કરીને તપાસ કરવામાં આવતા પ્રજવલ અશોક તૈલી (લાતુર), પ્રજ રાજેન્દ્ર પાટીલ (સાંગલી) અને ચંદ્ર પ્રકાશ ફુલચંદ (પ્રયાગરાજ) નામના વ્યક્તિઓની કડી મળી હતી. જેમા આધારે ક્રાઇમબ્રાંચની પાંચ જેટલી અલગ અલગ ટીમ બનાવીને તમામને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે હાર્ડ ડીસ્ક, મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. આ તમામ આરોપીઓને લઇને પોલીસની ટીમ ગુરૂવારે બપોરે અમદાવાદ આવી પહોચશે. ત્યારે રિમાન્ડ માટે રજૂ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરાશે.

પ્રજવલ તૈલી સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ

સમગ્ર મામલે આરોપીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રજવલ તૈલી સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે. તે રોમાનીયા અને એટલાન્ટા હેકર્સની મદદ લઇને દેશની વિવિધ હોસ્પિટલો, શોપીંગ મોલ તેમજ અન્ય જાહેર સ્થળોના સીસીટીવી હેક કરતો હતો અને તેના ફુટેજ ડાઉન લોડ કરતો હતો. જ્યારે સાંગલીમાં રહેતો પ્રજ ટેલીગ્રામ ચેનલ પરના મેમ્બરને સીસીટીવી ફુટેજના વિડીયો રૂપિયા 800થી માંડીને ચાર હજાર રૂપિયા સુધીમાં વેચાણ કરતો હતો. તેમજ ચંદ્ર પ્રકાશ યુ ટ્યુબ ચેનલ પર આ ફુટેજ અપલોડ કરીને ટેલીગ્રામની લીંક પણ મુકતો હતો. જેના આઘારે ગ્રાહકો મળતા હતા. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

નરાધમોએ હોસ્પિટલો, મોલ-જાહેર જગ્યાના CCTV હેક કર્યા

આ નરાધમો રાજકોટ સહિત દેશના અન્ય શહેરોની હોસ્પિટલના સીસીટીવી હેક કરીને ખુબ મોટા પ્રમાણમાં વિડીયો બનાવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, ત્રણેય આરોપી હેકર્સ દ્વારા હોસ્પિટલો, મોલ અને જાહેર જગ્યાના સીસીટીવી કેમેરા હેક કરી મહિલાઓના ફૂટેજ મેળવી લઈને માનસિક વિકૃતોને ટેલીગ્રામ કે યુ ટ્યૂબ ઉપર યુઝર આઈડી, પાસવર્ડ આપીને વેચાણનું આયોજનપૂર્વકનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0