Ahmedabad :સાબરમતી અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે 250 કરોડના ખર્ચે બનશે

બેરેજ કમ ઓવરબ્રિજથી રોજ 65 હજાર વાહનચાલકોને ફાયદો થશેઆ બેરેજ કમ ફૂટપાથ સાથેનો ઓવરબ્રિજ 2026માં તૈયાર થશે 73.65 કરોડના ખર્ચે બનનાર બ્રિજનું કામ ચોમાસા પછી શરૂ થશે, બેરેજ પાછળ 126.35 કરોડ ખર્ચાશે સાબરમતી રિવરફ્રન્ટ અંતર્ગત સાબરમતી મેટ્રોસ્ટેશન નજીક અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે 250 કરોડના ખર્ચે બનનાર બેરેજ કમ ફુટપાથ સાથેનો સર્વપ્રથમ ઓવરબ્રિજ આગામી 2026માં તૈયાર થઇ જશે. આમાંથી અંદાજે 73.65 કરોડ ઓવરબ્રિજ અને 126.35 કરોડ બેરેજ પાછળ ખર્ચ થશે. જેનાથી તમામ પ્રકારના વાહનોને અંદાજે રોજના 65 હજાર વાહન ચાલકોને સીધો ફાયદો થશે. ચોમાસા પછી બ્રિજની કામગીરી શરુ થઇ જશે. અત્યારે એરપોર્ટ જવા માટે પશ્ચિમના વાહન ચાલકો સુભાષબ્રિજ RTO, ડફનાળા થઇ અને પૂર્વ વિસ્તારમાં હાસોલ કોતરપૂર થઇને એરપોર્ટ જાય છે. ઓવરબ્રિજ બન્યા પછી સીધા એરપોર્ટ જઇ શકશે. રાજ્યમાં આ પ્રકારનો બેરેજ પ્રથમ હોવાથી આંતરાષ્ટ્રીય એજન્સીઓ પણ ભાગ લઇ શકે છે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 હેઠળ શાહીબાગથી ઇન્દીરાબ્રિજ સુધી કામ ચાલી રહ્યું છે. જેમાં બેરેજ કમ ઓવરબ્રિજના કામનું પ્લાનીંગ કરાયું છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા કરીને કામ સોંપી દેવાયું છે. ચોમાસા પછી બ્રિજનું કામ શરુ થશે. ત્યાં સુધીમાં બેરેજના ટેન્ડરને પણ ફાઇનલ કરી દેવાશે. બંને કામ ચોમાસા પછી સોંપાઇ જશે. પશ્ચિમ ટોરેન્ટ પાવર સ્ટેશન(બીઆરટીએસ રોડ)થી પૂર્વ કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ)ના બંન્ને રસ્તાઓને જોડતા બેરેજ કમ ઓવરબ્રિજ પાછળ 250 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે. કોર્પોરેશન તરફથી ફેઝ-2 અંતર્ગત રિવરફ્રન્ટની વોલ બનાવવાનું કામ ગત 15મી માર્ચ-2024થી શરુ કરી દેવાયું છે. તેવું જણાવતા મ્યુનિ. ડેપ્યુટી કમિશનર દેવ ચૌધરીએ કહ્યું કે, આગામી 2026માં બેરેજ કમ ઓવરબ્રિજનું કામ પુરુ થઇ જશે. જેનાથી અચેર-સદર બજારથી ઉપરવાસમાં સંગ્રહિત થનાર પાણીના જથ્થાથી અમદાવાદને પાણીની અછત તેમજ નર્મદા મેઇન કેનાલના મેઇન્ટેનન્સ અને રિપેરીંગ દરમિયાન કોતરપુર ઇન્ટેકવેલ મારફત આશરે 10થી 15 દિવસ સુધીનો પાણીનો જથ્થો સુદ્ધિકરણ માટે કોતરપુર વોટર વર્કસ ખાતે ઉપલબ્ધ થઇ શકશે. રબર બેરેજને અપ-ડાઉન કરી શકાશે બેરેજ કમ ઓવરબ્રિજ પૈકી રબર બેરેજનું ઓપરેશન અને મેઇન્ટનન્સ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારીત હોવાથી તેને ડિફલેક્ટ કરવાથી નદીના વહેલા પૂરને અવરોધરુપ ન થાય તે રીતે બનાવાશે. એર ફિલ્ડ રબર બ્રિજ ઓટોમેટિક કંટ્રોલ થઇ શકશે. હવા ભરીને ઉપર કરીને પાણી રોકી શકાશે. ડેમ તરીકે અપ-ડાઉન કરાશે. પશ્ચિમ અને પૂર્વના કયા કયા વિસ્તારના વાહનચાલકો અને રાહદારીઓને ફાયદો થશેઓવરબ્રિજથી ચાંદખેડા, સાબરમતી, મોટેરાના 35 હજારથી વધુ વાહન ચાલકોને એરપોર્ટ થઇ પૂર્વ વિસ્તારમાં જવામાં સરળતા રહેશે. એરપોર્ટ જવા માટે ફરીને જવું નહીં પડે. જ્યારે પૂર્વ વિસ્તારમાં હાંસોલ, સરદારનગર સહિત એરપોર્ટ આસપાસના વિસ્તારોમાંથી આવતા 30 હજારથી વધુ વાહન ચાલકોને પશ્ચિમ વિસ્તાર જવામાં સરળતા રહેશે. રાહદારીઓ પણ ચાલતા ઓવરબ્રિજ ક્રોસ કરી શકશે. થીમ બેઇઝ લાઇટિંગ વોટર ટ્રાન્સપોર્ટેશનની સગવડ હશે ઓવરબ્રિજ પર થીમ બેઇઝ લાઇટિંગ રહેશે. જેનાથી રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે બ્રિજનું આકર્ષણ રહેશે. ઉપરાંત વોટર ટ્રાન્સપોર્ટેશનની સગવડ માટેની પણ સુવિધા ઊભી કરાશે.

Ahmedabad :સાબરમતી અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે 250 કરોડના ખર્ચે બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બેરેજ કમ ઓવરબ્રિજથી રોજ 65 હજાર વાહનચાલકોને ફાયદો થશે
  • આ બેરેજ કમ ફૂટપાથ સાથેનો ઓવરબ્રિજ 2026માં તૈયાર થશે
  • 73.65 કરોડના ખર્ચે બનનાર બ્રિજનું કામ ચોમાસા પછી શરૂ થશે, બેરેજ પાછળ 126.35 કરોડ ખર્ચાશે

સાબરમતી રિવરફ્રન્ટ અંતર્ગત સાબરમતી મેટ્રોસ્ટેશન નજીક અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે 250 કરોડના ખર્ચે બનનાર બેરેજ કમ ફુટપાથ સાથેનો સર્વપ્રથમ ઓવરબ્રિજ આગામી 2026માં તૈયાર થઇ જશે. આમાંથી અંદાજે 73.65 કરોડ ઓવરબ્રિજ અને 126.35 કરોડ બેરેજ પાછળ ખર્ચ થશે.

જેનાથી તમામ પ્રકારના વાહનોને અંદાજે રોજના 65 હજાર વાહન ચાલકોને સીધો ફાયદો થશે. ચોમાસા પછી બ્રિજની કામગીરી શરુ થઇ જશે. અત્યારે એરપોર્ટ જવા માટે પશ્ચિમના વાહન ચાલકો સુભાષબ્રિજ RTO, ડફનાળા થઇ અને પૂર્વ વિસ્તારમાં હાસોલ કોતરપૂર થઇને એરપોર્ટ જાય છે. ઓવરબ્રિજ બન્યા પછી સીધા એરપોર્ટ જઇ શકશે. રાજ્યમાં આ પ્રકારનો બેરેજ પ્રથમ હોવાથી આંતરાષ્ટ્રીય એજન્સીઓ પણ ભાગ લઇ શકે છે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 હેઠળ શાહીબાગથી ઇન્દીરાબ્રિજ સુધી કામ ચાલી રહ્યું છે. જેમાં બેરેજ કમ ઓવરબ્રિજના કામનું પ્લાનીંગ કરાયું છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા કરીને કામ સોંપી દેવાયું છે. ચોમાસા પછી બ્રિજનું કામ શરુ થશે. ત્યાં સુધીમાં બેરેજના ટેન્ડરને પણ ફાઇનલ કરી દેવાશે. બંને કામ ચોમાસા પછી સોંપાઇ જશે. પશ્ચિમ ટોરેન્ટ પાવર સ્ટેશન(બીઆરટીએસ રોડ)થી પૂર્વ કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ)ના બંન્ને રસ્તાઓને જોડતા બેરેજ કમ ઓવરબ્રિજ પાછળ 250 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે. કોર્પોરેશન તરફથી ફેઝ-2 અંતર્ગત રિવરફ્રન્ટની વોલ બનાવવાનું કામ ગત 15મી માર્ચ-2024થી શરુ કરી દેવાયું છે. તેવું જણાવતા મ્યુનિ. ડેપ્યુટી કમિશનર દેવ ચૌધરીએ કહ્યું કે, આગામી 2026માં બેરેજ કમ ઓવરબ્રિજનું કામ પુરુ થઇ જશે. જેનાથી અચેર-સદર બજારથી ઉપરવાસમાં સંગ્રહિત થનાર પાણીના જથ્થાથી અમદાવાદને પાણીની અછત તેમજ નર્મદા મેઇન કેનાલના મેઇન્ટેનન્સ અને રિપેરીંગ દરમિયાન કોતરપુર ઇન્ટેકવેલ મારફત આશરે 10થી 15 દિવસ સુધીનો પાણીનો જથ્થો સુદ્ધિકરણ માટે કોતરપુર વોટર વર્કસ ખાતે ઉપલબ્ધ થઇ શકશે.

રબર બેરેજને અપ-ડાઉન કરી શકાશે

બેરેજ કમ ઓવરબ્રિજ પૈકી રબર બેરેજનું ઓપરેશન અને મેઇન્ટનન્સ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારીત હોવાથી તેને ડિફલેક્ટ કરવાથી નદીના વહેલા પૂરને અવરોધરુપ ન થાય તે રીતે બનાવાશે. એર ફિલ્ડ રબર બ્રિજ ઓટોમેટિક કંટ્રોલ થઇ શકશે. હવા ભરીને ઉપર કરીને પાણી રોકી શકાશે. ડેમ તરીકે અપ-ડાઉન કરાશે.

પશ્ચિમ અને પૂર્વના કયા કયા વિસ્તારના વાહનચાલકો અને રાહદારીઓને ફાયદો થશે

ઓવરબ્રિજથી ચાંદખેડા, સાબરમતી, મોટેરાના 35 હજારથી વધુ વાહન ચાલકોને એરપોર્ટ થઇ પૂર્વ વિસ્તારમાં જવામાં સરળતા રહેશે. એરપોર્ટ જવા માટે ફરીને જવું નહીં પડે. જ્યારે પૂર્વ વિસ્તારમાં હાંસોલ, સરદારનગર સહિત એરપોર્ટ આસપાસના વિસ્તારોમાંથી આવતા 30 હજારથી વધુ વાહન ચાલકોને પશ્ચિમ વિસ્તાર જવામાં સરળતા રહેશે. રાહદારીઓ પણ ચાલતા ઓવરબ્રિજ ક્રોસ કરી શકશે.

થીમ બેઇઝ લાઇટિંગ વોટર ટ્રાન્સપોર્ટેશનની સગવડ હશે

ઓવરબ્રિજ પર થીમ બેઇઝ લાઇટિંગ રહેશે. જેનાથી રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે બ્રિજનું આકર્ષણ રહેશે. ઉપરાંત વોટર ટ્રાન્સપોર્ટેશનની સગવડ માટેની પણ સુવિધા ઊભી કરાશે.