Ahmedabad: સાણંદમાં ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી, ફાયર વિભાગ લાગ્યું કામે
અમદાવાદના સાણંદમાં ફેક્ટરીમાં આગ લાગીની ઘટના સામે આવી છે. ઉમા એસ્ટેટમાં સોલવન્ટના જથ્થામાં ભીષણ આગ લગતા અફરાતફરી મચી જવા પામી હતી. સોલવન્ટની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સાણંદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદમાં આવેલા સાણંદના ઉમા એસ્ટેટમાં આવેલી ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી હતી. ફેકટરીમાં મોટા પ્રમાણમાં સોલવન્ટના જથ્થામાં આગ લાગતા તમામ સામાન બળીને ખાખ થયો હતો. સોલવન્ટમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સાણંદ સ્થાનિક ફાયરબ્રિગેડ તેમજ અમદાવાદ ફાયર બ્રિગેડે આગ કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ ફાયર બ્રિગેડના સિનિયર અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.અગાઉ પણ સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગને પગલે 18 ફાયર ફાઈટરને અમદાવાદથી મોકલવામાં હતા. ધીમે ધીમે આગ વિકરાળ બનતા પ્લાસ્ટિક અને મેટલના બેરલ ફાટવા લાગ્યા હતા. કેમિકલના બેરલ હોવાથી આગ વધુ પ્રસરી રહી છે. અંદાજે એક લાખ લીટર પાણી વપરાયું છે. સ્થનિક ફાયર ફાઈટરે પાણીના બે ફેરા મારવા પડી રહ્યા છે. આગને કાબુમાં લાવવા બેથી ત્રણ કલાક લાગી શકે છે.
![Ahmedabad: સાણંદમાં ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી, ફાયર વિભાગ લાગ્યું કામે](https://epapercdn.sandesh.com/images/2025/02/10/BeUvDjFH23iRCqCErnQvVxPxCN3BtBp1JXdJBkgb.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સાણંદમાં ફેક્ટરીમાં આગ લાગીની ઘટના સામે આવી છે. ઉમા એસ્ટેટમાં સોલવન્ટના જથ્થામાં ભીષણ આગ લગતા અફરાતફરી મચી જવા પામી હતી. સોલવન્ટની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સાણંદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદમાં આવેલા સાણંદના ઉમા એસ્ટેટમાં આવેલી ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી હતી. ફેકટરીમાં મોટા પ્રમાણમાં સોલવન્ટના જથ્થામાં આગ લાગતા તમામ સામાન બળીને ખાખ થયો હતો. સોલવન્ટમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સાણંદ સ્થાનિક ફાયરબ્રિગેડ તેમજ અમદાવાદ ફાયર બ્રિગેડે આગ કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ ફાયર બ્રિગેડના સિનિયર અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
અગાઉ પણ સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગને પગલે 18 ફાયર ફાઈટરને અમદાવાદથી મોકલવામાં હતા. ધીમે ધીમે આગ વિકરાળ બનતા પ્લાસ્ટિક અને મેટલના બેરલ ફાટવા લાગ્યા હતા. કેમિકલના બેરલ હોવાથી આગ વધુ પ્રસરી રહી છે. અંદાજે એક લાખ લીટર પાણી વપરાયું છે. સ્થનિક ફાયર ફાઈટરે પાણીના બે ફેરા મારવા પડી રહ્યા છે. આગને કાબુમાં લાવવા બેથી ત્રણ કલાક લાગી શકે છે.