Ahmedabad: સાઇબર ઠગે 1.21 કરોડનું રોકાણ કરાવી નિવૃત્ત મેડિકલ ઓફિસરને છેતર્યા

ઉસ્માનપુરામાં રહેતાં સિનિયર સિટીઝન સાયબર ઠગોનો ભોગ બન્યા હતા. આરોપીઓએ નિવૃત્ત મેડિકલ ઓફિસરને શેરમાં રોકાણ સામે ઉંચા નફાની લાલચ આપીને 1.21 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી. સાયબર સેલે આરોપીઓ સામે ગુરૂવારે સાંજે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતાં 67 વર્ષીય નિવૃત્ત મેડિકલ ઓફિસર મનસુખભાઈ ડોબરીયા (ઉં.67)એ સાયબર સેલમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપીઓએ જુલાઈ,2024માં હોરીઝોન લર્નિંગ ડીસકશન કોમ્યુનિટી નામના વોટસએપ ગ્રૂપમાં ફરિયાદી આરોપીએ મોકલેલી લિંક આધારે એડ થયા હતા. આ ગ્રૂપમાં ફરિયાદીને સ્ટોક માર્કેટ અંગે ટીપ્સ મળતી હતી. શેરમાં રોકાણ કરવા માટે આરોપીઓએ હોરીઝોન કેપીટલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદીને તેમા એડ કરી રોકાણ માટે બેંક એકાઉન્ટ નંબરો આપ્યા હતા. ફરીયાદીએ પ્રથમ દસ હજારનું રોકાણ કરતા પ્રોફીટ સાથે 15,500ની બેલેન્સ બતાવતા હતા. ફરિયાદીએ રૂ.500 વિડ્રો કરતા તેઓના એચડીએફસી બેંક ખાતામાં નાણાં જમા થયા હતા. આ રીતે નાણાં વિડ્રો થતા ફરિયાદીને વિશ્વાસ આવી ગયો હતા. તેઓએ આ રીતે ફરિયાદીને લલચાવી આરોપીઓએ જૂદા જૂદા મેસેજો મોકલીને રૂ.1,21,03,047નું રોકાણ કરાવ્યું જેમાંથી રૂ.500ની રકમ વિડ્રો કરવા દઈ બાકીના રૂ.1,21,02,547ની મત્તા વિડ્રો કરવા દીધી ન હતી. આ રીતે ફરિયાદી સાથે આરોપીઓએ ઠગાઈ આચરતા સાયબર સેલ હેલ્પલાઈનને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે સાયબર સેલે ગુનો નોંધી આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.

Ahmedabad: સાઇબર ઠગે 1.21 કરોડનું રોકાણ કરાવી નિવૃત્ત મેડિકલ ઓફિસરને છેતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉસ્માનપુરામાં રહેતાં સિનિયર સિટીઝન સાયબર ઠગોનો ભોગ બન્યા હતા. આરોપીઓએ નિવૃત્ત મેડિકલ ઓફિસરને શેરમાં રોકાણ સામે ઉંચા નફાની લાલચ આપીને 1.21 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી. સાયબર સેલે આરોપીઓ સામે ગુરૂવારે સાંજે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતાં 67 વર્ષીય નિવૃત્ત મેડિકલ ઓફિસર મનસુખભાઈ ડોબરીયા (ઉં.67)એ સાયબર સેલમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપીઓએ જુલાઈ,2024માં હોરીઝોન લર્નિંગ ડીસકશન કોમ્યુનિટી નામના વોટસએપ ગ્રૂપમાં ફરિયાદી આરોપીએ મોકલેલી લિંક આધારે એડ થયા હતા. આ ગ્રૂપમાં ફરિયાદીને સ્ટોક માર્કેટ અંગે ટીપ્સ મળતી હતી. શેરમાં રોકાણ કરવા માટે આરોપીઓએ હોરીઝોન કેપીટલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદીને તેમા એડ કરી રોકાણ માટે બેંક એકાઉન્ટ નંબરો આપ્યા હતા. ફરીયાદીએ પ્રથમ દસ હજારનું રોકાણ કરતા પ્રોફીટ સાથે 15,500ની બેલેન્સ બતાવતા હતા. ફરિયાદીએ રૂ.500 વિડ્રો કરતા તેઓના એચડીએફસી બેંક ખાતામાં નાણાં જમા થયા હતા. આ રીતે નાણાં વિડ્રો થતા ફરિયાદીને વિશ્વાસ આવી ગયો હતા. તેઓએ આ રીતે ફરિયાદીને લલચાવી આરોપીઓએ જૂદા જૂદા મેસેજો મોકલીને રૂ.1,21,03,047નું રોકાણ કરાવ્યું જેમાંથી રૂ.500ની રકમ વિડ્રો કરવા દઈ બાકીના રૂ.1,21,02,547ની મત્તા વિડ્રો કરવા દીધી ન હતી. આ રીતે ફરિયાદી સાથે આરોપીઓએ ઠગાઈ આચરતા સાયબર સેલ હેલ્પલાઈનને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે સાયબર સેલે ગુનો નોંધી આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.