Ahmedabad: સટ્ટાકિંગ દીપક ઠક્કર કેસમાં કોર્ટે સ્ટેટ મોનિટરીંગ સેલ સામે લાલ આંખ

સટ્ટાકિંગ દીપક ઠક્કર કેસમાં કોર્ટે સ્ટેટ મોનિટરીંગ સેલ સામે લાલ આંખ કરી છે. જેમાં સેશન્સ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. તેમાં કોર્ટે સવાલ કર્યો છે કે રિમાન્ડના દિવસો દરમિયાન શું કાર્યવાહી કરી છે. જેમાં કેસ ડાયરી સાથે ન લાવતા કોર્ટે ફટકાર લગાવી છે. તેમજ SMC વતી હાજર અધિકારીએ તાત્કાલિક કેસ ડાયરી લાવવાની ખાતરી આપી છે. તેમજ રિમાન્ડની માગ ન થતાં આરોપીને જ્યુ.કસ્ટડીમાં મોકલાયો છે. સમગ્ર કેસની તપાસ અર્થે રિમાન્ડની માગ ના કરતા કોર્ટ જ્યુડીશિયલ કસ્ટડીનો હુકમ કર્યો દુબઈથી ઝડપીને લાવેલા આરોપી દીપક ઠક્કરના કેસમાં કોર્ટે સ્ટેટ મોનીટરીંગ સેલને ફટકાર લગાવી છે. તેમજ આરોપી દીપક ઠક્કરને સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે કેસ ડાયરી સાથે ન લાવતા કોર્ટે ફટકાર લગાવી છે. અને જણાવ્યું છે કે માત્ર અમે કહીએ એટલું જ કરવાનું?, તમે તમારી કામગીરી કેમ યોગ્ય રીતે નથી કરતા, તાત્કાલિક કેસ ડાયરી મંગાવો. જેમાં SMC વતી હાજર અધિકારીએ તાત્કાલિક કેસ ડાયરી લાવી આપવાની મૌખિક બાહેધરી આપી છે. જેમાં SMC દ્વારા સમગ્ર કેસની તપાસ અર્થે રિમાન્ડની માગ ના કરતા કોર્ટ જ્યુડીશિયલ કસ્ટડીનો હુકમ કર્યો છે. જાણો સમગ્ર મામલો: અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડના મુખ્ય આરોપીને દુબઈથી પ્રત્યાર્પણ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આરોપી દીપક ઠક્કરને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દીપક ઠક્કરના કેસમાં કોર્ટે સ્ટેટ મોનીટરીંગ સેલને ફટકાર લગાવી છે. જેમાં માધુપુરામાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડીંગના કૌભાડમાં દુબઇથી ઝડપાયેલા દિપક ઠક્કરની રૂપિયા 100 કરોડની મિલકતો અંગે મોટો ખુલાસો થયો છે. જો કે જુગાર અન ગેમિંગની મિલકતો જપ્ત કરવાની સત્તા પોલીસ પાસે ન હોવાથી આ મામલે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ (ઇડી)ની મદદ લેશે. આ ઉપરાત, તેણે દુબઇમાં મિલકત ખરીદીના નિયમ પ્રમાણે સ્થાનિક નાગરિક સાથે સંયુક્ત રોકાણ કર્યાની શક્યતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથેસાથે શેરબજારમાં મોટા પ્રમાણમાં નાણાં રોકાયા હોવાની કડી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી છે. માધુપુરાના રૂપિયા 23૦૦ કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કેસ માધુપુરાના રૂપિયા 23૦૦ કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કેસના આરોપી દિપક ઠક્કરની દુબઇથી ધરપકડ કરીને સ્ટેટ મોનીટરીંગ દ્વારા તેના રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી પુછપરછમાં અનેક મહત્વના ખુલાસા થયા હતા. જેમાં તેની તેમજ તેના પરિવારજનોના નામે અમદાવાદ, ડીસા અને ભાભરં ખરીદવામાં આવેલી 100 કરોડ રૂપિયાની મિલકતો અંગેની માહિતી મળી હતી. જે મિલકતો તેણે સટ્ટાની આવકમાંથી ખરીદી હોવાની શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે એસએમસીના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું કે પોલીસ પાસે ગેમિંગના કેસમાં પોલીસ આરોપીની મિલકતો જપ્ત કરવાની સત્તા ન હોવાથી દિપક ઠક્કરની મિલકતોની તમામ માહિતી એકઠી કરીને ઇડીને રિપોર્ટ કરવામાં આવશે. બીજી તરફ દુબઇમાં મિલકત ખરીદીનો નિયમ છે કે કોઇપણ બહારની વ્યક્તિ પોતાના નામે મિલકતો ખરીદી કરી શકતી નથી. જેથી દિપક ઠક્કરે દુબઇના નાગરિકો સાથે મળીને મોટા પ્રમાણમાં મિલકતોના રોકાણની શક્યતા છે. જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, દિપક ઠક્કરે શેર બજારમાં પણ કરોડો રૂપિયા રોક્યાની માહિતી મળતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.

Ahmedabad: સટ્ટાકિંગ દીપક ઠક્કર કેસમાં કોર્ટે સ્ટેટ મોનિટરીંગ સેલ સામે લાલ આંખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સટ્ટાકિંગ દીપક ઠક્કર કેસમાં કોર્ટે સ્ટેટ મોનિટરીંગ સેલ સામે લાલ આંખ કરી છે. જેમાં સેશન્સ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. તેમાં કોર્ટે સવાલ કર્યો છે કે રિમાન્ડના દિવસો દરમિયાન શું કાર્યવાહી કરી છે. જેમાં કેસ ડાયરી સાથે ન લાવતા કોર્ટે ફટકાર લગાવી છે. તેમજ SMC વતી હાજર અધિકારીએ તાત્કાલિક કેસ ડાયરી લાવવાની ખાતરી આપી છે. તેમજ રિમાન્ડની માગ ન થતાં આરોપીને જ્યુ.કસ્ટડીમાં મોકલાયો છે.

સમગ્ર કેસની તપાસ અર્થે રિમાન્ડની માગ ના કરતા કોર્ટ જ્યુડીશિયલ કસ્ટડીનો હુકમ કર્યો

દુબઈથી ઝડપીને લાવેલા આરોપી દીપક ઠક્કરના કેસમાં કોર્ટે સ્ટેટ મોનીટરીંગ સેલને ફટકાર લગાવી છે. તેમજ આરોપી દીપક ઠક્કરને સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે કેસ ડાયરી સાથે ન લાવતા કોર્ટે ફટકાર લગાવી છે. અને જણાવ્યું છે કે માત્ર અમે કહીએ એટલું જ કરવાનું?, તમે તમારી કામગીરી કેમ યોગ્ય રીતે નથી કરતા, તાત્કાલિક કેસ ડાયરી મંગાવો. જેમાં SMC વતી હાજર અધિકારીએ તાત્કાલિક કેસ ડાયરી લાવી આપવાની મૌખિક બાહેધરી આપી છે. જેમાં SMC દ્વારા સમગ્ર કેસની તપાસ અર્થે રિમાન્ડની માગ ના કરતા કોર્ટ જ્યુડીશિયલ કસ્ટડીનો હુકમ કર્યો છે.

જાણો સમગ્ર મામલો:

અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડના મુખ્ય આરોપીને દુબઈથી પ્રત્યાર્પણ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આરોપી દીપક ઠક્કરને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દીપક ઠક્કરના કેસમાં કોર્ટે સ્ટેટ મોનીટરીંગ સેલને ફટકાર લગાવી છે. જેમાં માધુપુરામાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડીંગના કૌભાડમાં દુબઇથી ઝડપાયેલા દિપક ઠક્કરની રૂપિયા 100 કરોડની મિલકતો અંગે મોટો ખુલાસો થયો છે. જો કે જુગાર અન ગેમિંગની મિલકતો જપ્ત કરવાની સત્તા પોલીસ પાસે ન હોવાથી આ મામલે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ (ઇડી)ની મદદ લેશે. આ ઉપરાત, તેણે દુબઇમાં મિલકત ખરીદીના નિયમ પ્રમાણે સ્થાનિક નાગરિક સાથે સંયુક્ત રોકાણ કર્યાની શક્યતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથેસાથે શેરબજારમાં મોટા પ્રમાણમાં નાણાં રોકાયા હોવાની કડી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી છે.

માધુપુરાના રૂપિયા 23૦૦ કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કેસ

માધુપુરાના રૂપિયા 23૦૦ કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કેસના આરોપી દિપક ઠક્કરની દુબઇથી ધરપકડ કરીને સ્ટેટ મોનીટરીંગ દ્વારા તેના રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી પુછપરછમાં અનેક મહત્વના ખુલાસા થયા હતા. જેમાં તેની તેમજ તેના પરિવારજનોના નામે અમદાવાદ, ડીસા અને ભાભરં ખરીદવામાં આવેલી 100 કરોડ રૂપિયાની મિલકતો અંગેની માહિતી મળી હતી. જે મિલકતો તેણે સટ્ટાની આવકમાંથી ખરીદી હોવાની શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે એસએમસીના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું કે પોલીસ પાસે ગેમિંગના કેસમાં પોલીસ આરોપીની મિલકતો જપ્ત કરવાની સત્તા ન હોવાથી દિપક ઠક્કરની મિલકતોની તમામ માહિતી એકઠી કરીને ઇડીને રિપોર્ટ કરવામાં આવશે. બીજી તરફ દુબઇમાં મિલકત ખરીદીનો નિયમ છે કે કોઇપણ બહારની વ્યક્તિ પોતાના નામે મિલકતો ખરીદી કરી શકતી નથી. જેથી દિપક ઠક્કરે દુબઇના નાગરિકો સાથે મળીને મોટા પ્રમાણમાં મિલકતોના રોકાણની શક્યતા છે. જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, દિપક ઠક્કરે શેર બજારમાં પણ કરોડો રૂપિયા રોક્યાની માહિતી મળતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.