Ahmedabad : શહેરમાં હાલ 308 ગાર્ડન, 67 નવા ગાર્ડન બનાવવા અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં હાલ કોર્પોરેશન દ્વારા કુલ 308 જેટલા અલગ-અલગ ગાર્ડન સંચાલિત કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને વધુ સુવિધાસભર ખુલ્લી જગ્યાઓ અને હરિયાળી પૂરી પાડવા માટે મનપા દ્વારા ગાર્ડન વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
56 ગાર્ડનની ડિઝાઇન તૈયાર કરવાની પ્રક્રિયા
ગત વર્ષના આયોજન મુજબ 67 ગાર્ડન માટે નવા નિર્માણ અથવા રીડેવલપમેન્ટની જોગવાઈ કરવામાં આવી હતી. સંબંધિત કમિટીએ આ કામોને મંજૂરી આપી છે. હાલ 56 ગાર્ડનની ડિઝાઇન તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
3 ગાર્ડન ખાનગી કંપની દ્વારા વિકસાવવામાં આવશે
મનપા દ્વારા 23 ગાર્ડનને કમિશનરની મંજૂરી આપવામાં આવી છે અને ઝડપથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત 3 ગાર્ડન ખાનગી કંપની દ્વારા વિકસાવવામાં આવશે. પીપીપી (PPP) મોડલ હેઠળ પણ પ્રોજેક્ટ
શહેરમાં ગાર્ડન વિકાસ માટે પીપીપી (PPP) મોડલ હેઠળ પણ પ્રોજેક્ટ હાથ ધરાશે, જેથી આધુનિક સુવિધાઓ સાથે નાગરિકોને વધુ ઉત્તમ પર્યાવરણ મળી રહે. મનપા તંત્રનો દાવો છે કે આગામી સમયમાં શહેરમાં હરિયાળી વિસ્તારનો વ્યાપ વધુ વધશે.
આ પણ વાંચો---- Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

