Ahmedabad: શહેરમાં ધોધમાર વરસાદથી ઈસનપુર, નારોલ અને જશોદાનગરના રોડમાં પાણી ભરાતા હાલાકી

Sep 7, 2025 - 12:30
Ahmedabad: શહેરમાં ધોધમાર વરસાદથી ઈસનપુર, નારોલ અને જશોદાનગરના રોડમાં પાણી ભરાતા હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ઈસનપુરમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઇસનપુર સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી છે. સર્વિસ રોડ પર કમરસમાં પાણી ભરાતા હાલાકી જોવા મળી છે. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાન થયા છે. ભારે વરસાદથી નારોલ રોડ પાણીમાં ગરકાવ થયો છે. જશોદાનગર રોડ પર કમરસમા પાણી ભરાયા છે.

ઈસનપુરમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી

અમદાવાદ શહેર અને જિલ્લમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરાસદના પગલે રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. અવિરત વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. રાજ્યમાં આગામી 48 કલાક વરસાદનુ જોર રહેશે અને 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદી ગતિ ધીમી પડશે, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠાની નદીઓમાં પૂર આવે તેવી શક્યતાઓ પણ રહેલી છે.

અમદાવાદ જિલ્લમાં મોડી રાતથી ધોધમાર વરસાદ

શહેરમાં ધોધમાર વરસાદથી સાબરમતી બે કાંઠે વહી રહી છે. નદીમાં પૂરની સ્થિતિ થતા વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. નદી કાંઠા અને નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. શહેરમાં ભારે વરસાદથી રોડ રસ્તાઓ પાણી પાણી થયા છે. વહેલી સવારે કામ અર્થે જતા લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0