Ahmedabad: વસ્ત્રાલ તળાવમાં ગટરનું પાણી છોડવાના કારણે અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં વરસાદ દરમિયાન તળાવ ઊંડા કરવાની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વસ્ત્રાલમાં વિવિધ તળાવમાં ગંદા પાણી છોડવાના કારણે આસપાસના લોકોને અસહ્ય દુર્ગંધથી લોકો પરેશાન થયા છે.
તો સાથે જ તળાવની અંદરના જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં ન્યૂ વસ્ત્રાલમાં સ્મશાનની બાજુમાં આવેલા તળાવમાં તાજેતરમાં જ દિવાલ બનાવવાથી લઈ તેના રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં ગંદા ગટરના પાણી છોડવાના કારણે તેમાં પણ દૂષિત પાણી એકત્ર થઈ રહ્યું છે. આ માટે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ કામગીરી કરવામાં ન આવતી હોવાની ફરિયાદ સામે આવી છે.
આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, હાલમાં વસ્ત્રાલ તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડવાથી તળાવનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે, જેના કારણે તળાવની જૈવિક વ્યવસ્થા તથા જન આરોગ્ય બંને ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આ પ્રકારની બેદરકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949 તથા પરીસર (સંરક્ષણ) અધિનિયમ, 1986 હેઠળ સ્પષ્ટપણે ગેરકાયદેસર ગણાય છે. છસ્ઝ્ર ના ઇજનેર વિભાગની સ્પષ્ટ બેદરકારીના કારણે હાલ તળાવ નાગરિકો અને જળચર જીવો માટે નરક સમાન સ્થિતિમાં ફેરવાયું છે. તેમજ આસપાસના લોકોને પણ ત્યાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. જેથી તાત્કાલિક વસ્ત્રાલ તળાવની સંપૂર્ણ સફઈ, ગટરના પાણીનું પ્રવાહ રોકવા માટે જરૂરી પગલાં ભરવા માટેની રજુઆત કરવામાં આવી છે. આ માટે તાકીદે કામગીરી કરવામાં આવે તેવી જ સ્થાનિકોની માંગણી રહેલી છે.
What's Your Reaction?






