Ahmedabad: રામોલ હાથીજણ વોર્ડમાં ખાનવાડી તળાવના ગંદા પાણી એક્સપ્રેસ હાઇવે સુધી પ્રસર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રામોલ-હાથીજણ વોર્ડમાં ખાનવાળી તળાવમાં દબાણને લીધે ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે. તળાવના ગંદા પાણી વડોદરા એક્સપ્રેસ હાઇવે સુધી પહોંચતા લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.
જિલ્લા કલેકટર અને મ્યુનિ. તંત્ર ઊંઘતું રહ્યુંને તળાવમાં દબાણો વધી ગયા છે. હાલ ઓરડીઓ બની ગઇ છે. ગેરકાયદે ડાઇંગના કારખાના પણ ધમધમે છે. છતાં તંત્ર કોઇ પગલાં ભરતું નથી.
ખાનવાળી તળાવની સરકારી જમીનમાંથી દબાણ થયાના હેવાલ બાદ જિલ્લા કલેકટર કચેરીએ નોટીસ ફટકારી હતી. પરંતુ આ પછી મામલો શાંત પાડી દેવાયો છે. ચંડોળા તળાવ રાતોરાત ખાલી કરી દેવાયું હતું. પરંતુ ખાનવાળી તળાવ ખાલી કરાવવામાં કલેકટર કચેરી એક્શન લેવામાં સંકોચ અનુભવી રહી છે. સ્થાનિક મામલતદાર કચેરીના અધિકારીઓની કારખાનાના માલિકો સાથે સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા છે. મ્યુનિ.ના કેટલાક અધિકારીઓની પણ ગોઠવણ હોવાનું મનાય છે. એટલે જ ખાનવાળી તળાવના ગેરકાયદે કારખાનાના ખાલી કરવામાં તંત્ર ગલ્લાંતલ્લાં કરે છે. માલતદાર, રામોલ તલાટી અને કેટલાક કર્મચારીઓ અગાઉ સ્થળ પર ગયા હતાં અને ગેરકાયદે બાંધકામ કરાયેલી ડાઇંગના 33 કારખાનાને દૂર કરવા કાર્યવાહી હાથધરી હતી. ત્યાર બાદ કોઈ કારણોસર કાર્યવાહી અટકી ગઈ હતી.
રામોલમાં ખાનવાડી તળાવ ગફુર બસ્તી, રામોલ પોલીસ સ્ટેશનની સામેનો વોર્ડ નં-48 (રામોલ-હાથીજણ) માં સમાવિષ્ટ ટી.પી. સ્કીમ નં. 107 (રામોલ) ના ફા.પ્લોટ નં. 74 રે.સર્વે નં. 635 ની જમીનની સંપૂર્ણ જવાબદારી જિલ્લા કલેકટર કચેરીની છે. જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓની લાપરવાહીના લીધે આજે તળાવ લુપ્ત થવાના આરે છે. કારણ તળાવની અંદર ગેરકાયદે કાચા-પાકાં મકાનો થઇ ગયા છે. સાથો સાથ પ્રદુષણ ફેલાવતા ડાઇંગના ગેરકાયદે 33 કારખાના પણ ધમધમી રહ્યા છે. જિલ્લા કલેકટર કચેરી ના સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી માત્ર નોટીસનો ખેલ કરાય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

