Ahmedabad: રાજ્યમાં નિયમનકારી પગલાં લેવાવા છતાં અસુરક્ષિત રીતે ખાદ્યતેલના પેકેજિંગની સમસ્યા યથાવત

ભેળસેળના કિસ્સા સામે આવતા ખોરાકની સુરક્ષાની બાબત ચિંતાનો વિષય બન્યો ખાદ્યતેલ પેકેજિંગમાં જુના ટીનના રીયુઝ ઉપર પ્રતિબંધ માત્ર કાગળ ઉપર સરકારી પરિપત્રોના અમલવારી માટે ગ્રાહક સુરક્ષાની ઉગ્ર અને વ્યાપક જુંબેશ દેશના તમામ રાજ્યોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વારંવાર કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ખોરાકની સુરક્ષાની બાબત વધુને મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે. નિયમનકારી પ્રયાસો કરવા છતાં ખાદ્યતેલોના પેકેજિંગ અને સંગ્રહ માટે પુનઃઉપયોગમાં લેવાયેલા ડબ્બાનો ફરી ઉપયોગ કરવાની સતત ગેરરીતિ ગુજરાતમાં આરોગ્ય માટે નોંધપાત્ર જોખમો ઊભા કરે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને (FDCA) અનેક ચેતવણીઓ અને નિર્દેશો જારી કર્યા છે છતાં રાજ્યમાં ખાધ્યયતેલના ઉત્પાદકો, ડિલરો, અને વેપારીઓ દ્વારા ગ્રાહકલક્ષી નિયમોનો અમલ પાલન નહીં કરવાનું ચલણ ખૂબ જ વ્યાપક બન્યું છે. ગુજરાતમાં 55 ખાદ્યતેલ ઉત્પાદકોને નોટિસ ફટકારાઈ તાજેતરમાં FSSAI ફૂડપેકેજિંગ માટે ટીનકન્ટેનરનો ફરી વાર ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતા 2018ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) રેગ્યુલેશનનો ભંગ કરવા બદલ ગુજરાતમાં 55 ખાદ્યતેલ ઉત્પાદકોને નોટિસ જારી કરી હતી. આ અગાઉ ગુજરાત એફડીસીએએ નિયમોનું કડક પાલન થાય છે કે નહીં તે ચકાસવા અને જરૂર પડે તો કાયદાકીય પગલાં લેવા માટે તમામ જિલ્લા નિયુક્ત અધિકારીઓને સૂચના આપી હતી. ગેરરીતીઓ અને દુષણો યથાવત કેન્દ્ર સરકારના વર્ષ – 2011 અને 2017 ના ગ્રાહકલક્ષી પરિપત્રોની અસરકારક અમલવારી થતી નથી. જુના ટીનના રીયુઝ પર પ્રતિબંધના સરકારી પરિપત્રો કાગળ ઉપર રહ્યા છે. મોટા ભાગના ઉત્પાદકો કેન્દ્ર સરકારના લાયસન્સ ધરાવે છે અને સંબંધિત ઓથોરીટી નોટીસો આપે છે પરંતુ ગેરરીતીઓ અને દુષણો ચાલુ રહે છે. ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવે છે કે, સંસ્થાએ ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરીને અને ખાદ્યતેલના વપરાશકાર ગ્રાહકોને સુશીક્ષિત કરવા એક લાખથી વધુ પત્રિકાઓ અને પોસ્ટરો પ્રસિધ્ધ કરવા તેમજ સેમીનાર મીટીંગો કરવા નિર્ણય કર્યો છે. બજારમાં ગ્રાહક સુરક્ષાના ચુનંદા કાર્યકરોની ટીમ ખાદ્યતેલના વપરાશકાર ગ્રાહકોને માહિતગાર કરશે. એફએસએસએઆઈ IS 1993/ISO 11949 ધોરણોનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂકે છે, જેના હેઠલ ચોક્કસ કોટિંગ સાથેના કોલ્ડ-રિડ્યુસ્ડ ઇલેક્ટ્રોલિટીક ટીન પ્લેટોનો ઉપયોગ કરવો ફરજિયાત છે અને ફૂડ પ્રોડક્ટ્સ માટે ટીન કન્ટેનરના પુનઃઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. ગ્રાહકની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એક્શન કમિટીના નેશનલ પ્રેસિડેન્ટ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ગ્રાહકની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. પુનઃવપરાશી ડબ્બામાં ખાદ્ય તેલનું પેકેજીંગ કરવાની સતત થતી ગેરરીતિ ચિંતાજનક છે અને ગંભીર આરોગ્ય જોખમો ઊભા કરે છે. આ પ્રથા ગેરકાયદેસર તો છે જ, સાથેસાથે તે પેટની સમસ્યાઓ, એલર્જીક રિએક્શન્સ, બેક્ટેરિયલ ચેપ અને અન્ય લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવા ગંભીર આરોગ્ય જોખમો પણ ઊભા કરે છે. ફૂડ પેકેજિંગ કાયદાઓનું કડકપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં લે તે જરૂરી છે. અમારા ફિલ્ડ એક્ઝિક્યુટિવ્સના દૈનિક અહેવાલોના આધારે આ ગેરકાયદેસર પદ્ધતિ હજુ પણ પ્રચલિત છે અને અમે આ સમસ્યા વિશે ફૂડ કમિશનર, આરોગ્ય પ્રધાન અને FSSAI ડિરેક્ટર્સને જાણ કરી છે. આરોગ્ય અધિકારીઓને તાકીદ કરાયા ગુજરાતના તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓને રૂબરૂમાં લેખિત રજૂઆતોના આવેદનપત્રો આપી તાકીદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓને મેમોરેન્ડમ આપી યોગ્ય રજૂઆતો કરવામાં આવી છે. ખાદ્ય તેલને પેક કરવા ફરીથી ઉપયોગમાં લેવાતા ડબ્બા પાછળનું મોટું કારણ ખર્ચમાં થતા ઘટાડો જણાય છે. પુનઃઉપયોગમાં લેવાતા ડબ્બા નવા, ફૂડ-ગ્રેડ પેકેજિંગ મટિરિયલ કરતાં સસ્તા હોય છે, જે સ્વાસ્થ્યને લગતા જોખમો હોવા છતાં નફાખોરી આચરવા સંખ્યાબંધ ઉત્પાદકો અને જથ્થાબંધ કામગીરી કરતા ડીલરો – વેપારીઓ ગ્રાહકોને જુના ટીનમાં હાનિકારક અને અશુધ્ધ ભેળસેળીયા ખાદ્યતેલની પ્રોડક્ટ પધરાવી આરોગ્ય સાથે ગંભીર ચેડા કરે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતોએ શું કહ્યું? આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે સપ્લાય ચેઇનમાં ફરીથી ઉપયોગમાં લેવાતા ડબ્બા જે અસ્વચ્છ પ્રક્રિયામાંથી પસાર થાય છે તે તેમને પ્રદૂષકો માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે અને ધૂળ, બેક્ટેરિયા, પરોપજીવીઓ, હાનિકારક તત્વો અને રસાયણોના નિશાન, માઇક્રોસ્કોપિક સજીવો સહિતના દૂષણો માટે અત્યંત જોખમી બનાવે છે. જે ખોરાકજન્ય રોગો અને લાંબા ગાળાની આરોગ્યની સમસ્યાઓ ઊભી કરી શકે છે. જ્યારે આ ડબ્બાને યોગ્ય રીતે સાફ કરવામાં કે પુનઃવપરાશ કરવામાં આવતો નથી ત્યારે જોખમ વધી જાય છે. જેના પરિણામે કાટ ઊભો થાય છે અને અન્ય કેમિકલ રિએક્શન્સ થાય છે જે તેલને બગાડે છે અને ગંભીર આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે. ગ્રાહકોએ શું ધ્યાન રાખવું? વધુમાં આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું કે, આ મુદ્દાના નિરાકરણ માટે જાહેર જાગૃતિ અને ગ્રાહકોમાં તકેદારી ખૂબ જરૂરી છે અને કાયદાનું કડક પાલન લાગુ કરવાનું સરકાર પર નિર્ભર છે. ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સલામતી ધોરણોનું પાલન કરવા માટે પેકેજિંગ લેબલ્સ તપાસે અને કોઈપણ શંકાસ્પદ પેકેજિંગ થતું હોય તેની જાણ કરવી. ઉત્પાદકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ખર્ચ ઘટાડવાના પગલાં કરતા ગ્રાહક આરોગ્યને પ્રાથમિકતા આપે. નવા ફૂડ-ગ્રેડ પેકેજિંગ મટિરિયલના ઉપયોગને સુનિશ્ચિત કરવું ન કેવળ નિયમનકારી ધોરણોનું પાલન કરે છે પણ જાહેર આરોગ્યનું રક્ષણ કરે છે અને ફૂડ સપ્લાય ચેઇનમાં ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે.

Ahmedabad: રાજ્યમાં નિયમનકારી પગલાં લેવાવા છતાં અસુરક્ષિત રીતે ખાદ્યતેલના પેકેજિંગની સમસ્યા યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભેળસેળના કિસ્સા સામે આવતા ખોરાકની સુરક્ષાની બાબત ચિંતાનો વિષય બન્યો
  • ખાદ્યતેલ પેકેજિંગમાં જુના ટીનના રીયુઝ ઉપર પ્રતિબંધ માત્ર કાગળ ઉપર
  • સરકારી પરિપત્રોના અમલવારી માટે ગ્રાહક સુરક્ષાની ઉગ્ર અને વ્યાપક જુંબેશ

દેશના તમામ રાજ્યોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વારંવાર કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ખોરાકની સુરક્ષાની બાબત વધુને મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે. નિયમનકારી પ્રયાસો કરવા છતાં ખાદ્યતેલોના પેકેજિંગ અને સંગ્રહ માટે પુનઃઉપયોગમાં લેવાયેલા ડબ્બાનો ફરી ઉપયોગ કરવાની સતત ગેરરીતિ ગુજરાતમાં આરોગ્ય માટે નોંધપાત્ર જોખમો ઊભા કરે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને (FDCA) અનેક ચેતવણીઓ અને નિર્દેશો જારી કર્યા છે છતાં રાજ્યમાં ખાધ્યયતેલના ઉત્પાદકો, ડિલરો, અને વેપારીઓ દ્વારા ગ્રાહકલક્ષી નિયમોનો અમલ પાલન નહીં કરવાનું ચલણ ખૂબ જ વ્યાપક બન્યું છે.

ગુજરાતમાં 55 ખાદ્યતેલ ઉત્પાદકોને નોટિસ ફટકારાઈ

તાજેતરમાં FSSAI ફૂડપેકેજિંગ માટે ટીનકન્ટેનરનો ફરી વાર ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતા 2018ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) રેગ્યુલેશનનો ભંગ કરવા બદલ ગુજરાતમાં 55 ખાદ્યતેલ ઉત્પાદકોને નોટિસ જારી કરી હતી. આ અગાઉ ગુજરાત એફડીસીએએ નિયમોનું કડક પાલન થાય છે કે નહીં તે ચકાસવા અને જરૂર પડે તો કાયદાકીય પગલાં લેવા માટે તમામ જિલ્લા નિયુક્ત અધિકારીઓને સૂચના આપી હતી.

ગેરરીતીઓ અને દુષણો યથાવત

કેન્દ્ર સરકારના વર્ષ – 2011 અને 2017 ના ગ્રાહકલક્ષી પરિપત્રોની અસરકારક અમલવારી થતી નથી. જુના ટીનના રીયુઝ પર પ્રતિબંધના સરકારી પરિપત્રો કાગળ ઉપર રહ્યા છે. મોટા ભાગના ઉત્પાદકો કેન્દ્ર સરકારના લાયસન્સ ધરાવે છે અને સંબંધિત ઓથોરીટી નોટીસો આપે છે પરંતુ ગેરરીતીઓ અને દુષણો ચાલુ રહે છે.

ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવે છે કે, સંસ્થાએ ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરીને અને ખાદ્યતેલના વપરાશકાર ગ્રાહકોને સુશીક્ષિત કરવા એક લાખથી વધુ પત્રિકાઓ અને પોસ્ટરો પ્રસિધ્ધ કરવા તેમજ સેમીનાર મીટીંગો કરવા નિર્ણય કર્યો છે. બજારમાં ગ્રાહક સુરક્ષાના ચુનંદા કાર્યકરોની ટીમ ખાદ્યતેલના વપરાશકાર ગ્રાહકોને માહિતગાર કરશે. એફએસએસએઆઈ IS 1993/ISO 11949 ધોરણોનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂકે છે, જેના હેઠલ ચોક્કસ કોટિંગ સાથેના કોલ્ડ-રિડ્યુસ્ડ ઇલેક્ટ્રોલિટીક ટીન પ્લેટોનો ઉપયોગ કરવો ફરજિયાત છે અને ફૂડ પ્રોડક્ટ્સ માટે ટીન કન્ટેનરના પુનઃઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે.

ગ્રાહકની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ

ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એક્શન કમિટીના નેશનલ પ્રેસિડેન્ટ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ગ્રાહકની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. પુનઃવપરાશી ડબ્બામાં ખાદ્ય તેલનું પેકેજીંગ કરવાની સતત થતી ગેરરીતિ ચિંતાજનક છે અને ગંભીર આરોગ્ય જોખમો ઊભા કરે છે. આ પ્રથા ગેરકાયદેસર તો છે જ, સાથેસાથે તે પેટની સમસ્યાઓ, એલર્જીક રિએક્શન્સ, બેક્ટેરિયલ ચેપ અને અન્ય લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવા ગંભીર આરોગ્ય જોખમો પણ ઊભા કરે છે. ફૂડ પેકેજિંગ કાયદાઓનું કડકપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં લે તે જરૂરી છે. અમારા ફિલ્ડ એક્ઝિક્યુટિવ્સના દૈનિક અહેવાલોના આધારે આ ગેરકાયદેસર પદ્ધતિ હજુ પણ પ્રચલિત છે અને અમે આ સમસ્યા વિશે ફૂડ કમિશનર, આરોગ્ય પ્રધાન અને FSSAI ડિરેક્ટર્સને જાણ કરી છે.

આરોગ્ય અધિકારીઓને તાકીદ કરાયા

ગુજરાતના તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓને રૂબરૂમાં લેખિત રજૂઆતોના આવેદનપત્રો આપી તાકીદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓને મેમોરેન્ડમ આપી યોગ્ય રજૂઆતો કરવામાં આવી છે. ખાદ્ય તેલને પેક કરવા ફરીથી ઉપયોગમાં લેવાતા ડબ્બા પાછળનું મોટું કારણ ખર્ચમાં થતા ઘટાડો જણાય છે. પુનઃઉપયોગમાં લેવાતા ડબ્બા નવા, ફૂડ-ગ્રેડ પેકેજિંગ મટિરિયલ કરતાં સસ્તા હોય છે, જે સ્વાસ્થ્યને લગતા જોખમો હોવા છતાં નફાખોરી આચરવા સંખ્યાબંધ ઉત્પાદકો અને જથ્થાબંધ કામગીરી કરતા ડીલરો – વેપારીઓ ગ્રાહકોને જુના ટીનમાં હાનિકારક અને અશુધ્ધ ભેળસેળીયા ખાદ્યતેલની પ્રોડક્ટ પધરાવી આરોગ્ય સાથે ગંભીર ચેડા કરે છે.

આ અંગે આરોગ્ય નિષ્ણાતોએ શું કહ્યું?

આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે સપ્લાય ચેઇનમાં ફરીથી ઉપયોગમાં લેવાતા ડબ્બા જે અસ્વચ્છ પ્રક્રિયામાંથી પસાર થાય છે તે તેમને પ્રદૂષકો માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે અને ધૂળ, બેક્ટેરિયા, પરોપજીવીઓ, હાનિકારક તત્વો અને રસાયણોના નિશાન, માઇક્રોસ્કોપિક સજીવો સહિતના દૂષણો માટે અત્યંત જોખમી બનાવે છે. જે ખોરાકજન્ય રોગો અને લાંબા ગાળાની આરોગ્યની સમસ્યાઓ ઊભી કરી શકે છે. જ્યારે આ ડબ્બાને યોગ્ય રીતે સાફ કરવામાં કે પુનઃવપરાશ કરવામાં આવતો નથી ત્યારે જોખમ વધી જાય છે. જેના પરિણામે કાટ ઊભો થાય છે અને અન્ય કેમિકલ રિએક્શન્સ થાય છે જે તેલને બગાડે છે અને ગંભીર આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે.

ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?

વધુમાં આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું કે, આ મુદ્દાના નિરાકરણ માટે જાહેર જાગૃતિ અને ગ્રાહકોમાં તકેદારી ખૂબ જરૂરી છે અને કાયદાનું કડક પાલન લાગુ કરવાનું સરકાર પર નિર્ભર છે. ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સલામતી ધોરણોનું પાલન કરવા માટે પેકેજિંગ લેબલ્સ તપાસે અને કોઈપણ શંકાસ્પદ પેકેજિંગ થતું હોય તેની જાણ કરવી. ઉત્પાદકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ખર્ચ ઘટાડવાના પગલાં કરતા ગ્રાહક આરોગ્યને પ્રાથમિકતા આપે. નવા ફૂડ-ગ્રેડ પેકેજિંગ મટિરિયલના ઉપયોગને સુનિશ્ચિત કરવું ન કેવળ નિયમનકારી ધોરણોનું પાલન કરે છે પણ જાહેર આરોગ્યનું રક્ષણ કરે છે અને ફૂડ સપ્લાય ચેઇનમાં ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે.