Ahmedabad :રાજ્યના દરેક બ્રિજની અને મોરબીના પીડિતોની હાલતનો રિપોર્ટ આપો : HC

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટની મદદ માટે ખાસ એડ્વોકેટની નિમણૂકભારે ટીકા બાદ સરકારે આ મામલે એક્શન ટેકન રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નિષ્પક્ષ વકીલ તરીકે નીમાયેલ આ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટોની સુનાવણી દરમિયાન આજે ચીફ્ જસ્ટિસની ખંડપીઠે કોર્ટના આંખ અને કાન બનીને પીડિતો સાથે મુલાકાત કરી તેમની અપેક્ષાઓ અને જરૂરિયાતોની જાણ કરવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ વકીલ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂંક કરી હતી. બીજી બાજુ, હાઇકોર્ટે મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે થયેલી કામગીરીનો અહેવાલ પણ રાજય સરકાર પાસેથી માંગ્યો હતો. આ ઉપરાંત રાજયના તમામ બ્રિજના ઇન્સ્પેકશન અને પીડિતોની સ્થિતિ બાબતનો અહેવાલ પણ રજૂ કરવા હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે મંગળવારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોને મળવા અને તેમની જમીનની સ્થિતિ વિશે વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે તેના પ્રતિનિધિ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂક કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, એડવોકેટ સીધા હાઈકોર્ટના પ્રતિનિધિ તરીકે કામ કરશે અને જે કોર્ટની આંખ અને કાન બનીને કામ કરશે. હાઇકોર્ટે પીડિતોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ, પીડા અને જરૂરિયાતો સમજવા આ સ્વતંત્ર એડવોકેટને અનુરોધ કર્યો હતો. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, નિષ્પક્ષ વકીલ તરીકે નીમાયેલ આ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે, તેઓને કોઇ એક જગ્યાએ બોલાવવા નહી. કલેકટર ઓફ્સિ તેમને લોજિસ્ટીક સપોર્ટ આપશે પરંતુ બધાને વ્યકિતગત રીતે મળશો તો જ ખ્યાલ આવશે કે પીડિતોની સાચી સ્થિતિ શું છે અને તેઓની શું જરૂરિયાત કે માંગ છે. આ કેસમાં કોર્ટ સહાયક તરીકે વરુણ પટેલ પણ પીડિતોની મુલાકાત વખતે તેમની સાથે રહેશે. જો કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર, ઐશ્વર્યા ગુપ્તા દ્વારા જ પીડિતોની મુલાકાત અને તેમની બુનિયાદી સાચી સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરાશે. દરમ્યાન ગત સુનાવણીમાં સરકાર તરફ્થી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ નહી થતાં હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી, જેને પગલે રાજય સરકાર દ્વારા આજે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કરાયો હતો અને જણાવાયું હતું કે, પીડિતોની દેખરેખ અને કલ્યાણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રતિનિધિ સમયાંતરે પીડિતોને મળશે. બેંક ખાતા અને કોર્પસ ફ્ંડ બનાવવા ટ્રસ્ટ વ્યકિતઓનો સંપર્ક કરવા માટે તેમના માટે એક સમર્પિત મોબાઇલ નંબર રજૂ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે રાજય સરકારને મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામેની કામગીરીનો રિપોર્ટ પણ માંગ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવાઇ છે અને ચીફ્ ઓફ્સિર વિરૂદ્ધ ખાતાકીય રાહે કાર્યવાહી ચાલુ છે. તો, ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરૂધ્ધ પણ ક્રિમીનલ પ્રોસીકયુશન ચાલુ છે.

Ahmedabad :રાજ્યના દરેક બ્રિજની અને મોરબીના પીડિતોની હાલતનો રિપોર્ટ આપો : HC

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટની મદદ માટે ખાસ એડ્વોકેટની નિમણૂક
  • ભારે ટીકા બાદ સરકારે આ મામલે એક્શન ટેકન રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો
  • નિષ્પક્ષ વકીલ તરીકે નીમાયેલ આ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટોની સુનાવણી દરમિયાન આજે ચીફ્ જસ્ટિસની ખંડપીઠે કોર્ટના આંખ અને કાન બનીને પીડિતો સાથે મુલાકાત કરી તેમની અપેક્ષાઓ અને જરૂરિયાતોની જાણ કરવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ વકીલ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂંક કરી હતી.

બીજી બાજુ, હાઇકોર્ટે મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે થયેલી કામગીરીનો અહેવાલ પણ રાજય સરકાર પાસેથી માંગ્યો હતો. આ ઉપરાંત રાજયના તમામ બ્રિજના ઇન્સ્પેકશન અને પીડિતોની સ્થિતિ બાબતનો અહેવાલ પણ રજૂ કરવા હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે મંગળવારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોને મળવા અને તેમની જમીનની સ્થિતિ વિશે વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે તેના પ્રતિનિધિ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂક કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, એડવોકેટ સીધા હાઈકોર્ટના પ્રતિનિધિ તરીકે કામ કરશે અને જે કોર્ટની આંખ અને કાન બનીને કામ કરશે. હાઇકોર્ટે પીડિતોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ, પીડા અને જરૂરિયાતો સમજવા આ સ્વતંત્ર એડવોકેટને અનુરોધ કર્યો હતો.

હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, નિષ્પક્ષ વકીલ તરીકે નીમાયેલ આ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે, તેઓને કોઇ એક જગ્યાએ બોલાવવા નહી. કલેકટર ઓફ્સિ તેમને લોજિસ્ટીક સપોર્ટ આપશે પરંતુ બધાને વ્યકિતગત રીતે મળશો તો જ ખ્યાલ આવશે કે પીડિતોની સાચી સ્થિતિ શું છે અને તેઓની શું જરૂરિયાત કે માંગ છે. આ કેસમાં કોર્ટ સહાયક તરીકે વરુણ પટેલ પણ પીડિતોની મુલાકાત વખતે તેમની સાથે રહેશે. જો કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર, ઐશ્વર્યા ગુપ્તા દ્વારા જ પીડિતોની મુલાકાત અને તેમની બુનિયાદી સાચી સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરાશે. દરમ્યાન ગત સુનાવણીમાં સરકાર તરફ્થી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ નહી થતાં હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી, જેને પગલે રાજય સરકાર દ્વારા આજે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કરાયો હતો અને જણાવાયું હતું કે, પીડિતોની દેખરેખ અને કલ્યાણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રતિનિધિ સમયાંતરે પીડિતોને મળશે. બેંક ખાતા અને કોર્પસ ફ્ંડ બનાવવા ટ્રસ્ટ વ્યકિતઓનો સંપર્ક કરવા માટે તેમના માટે એક સમર્પિત મોબાઇલ નંબર રજૂ કરવામાં આવ્યો હતો.

હાઇકોર્ટે રાજય સરકારને મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામેની કામગીરીનો રિપોર્ટ પણ માંગ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવાઇ છે અને ચીફ્ ઓફ્સિર વિરૂદ્ધ ખાતાકીય રાહે કાર્યવાહી ચાલુ છે. તો, ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરૂધ્ધ પણ ક્રિમીનલ પ્રોસીકયુશન ચાલુ છે.