Ahmedabad : મધ્ય ગુજરાતમાં કોંગ્રેસમાં કકળાટ, પ્રભારીને નેતાઓએ સંભળાવ્યું, ભલામણ વગર ટિકિટ નથી મળતી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી અને અસંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. મધ્ય ગુજરાતના નેતાઓની સમીક્ષા બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં જ સ્થાનિક નેતાઓ અને સિનિયરોએ પક્ષના પ્રદેશ નેતૃત્વ સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે.
સિનિયર કાર્યકરોની સતત અવગણના
બેઠકમાં નેતાઓએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે પક્ષમાં સિનિયર કાર્યકરોની સતત અવગણના કરવામાં આવી રહી છે અને ચૂંટણી સમયે પ્રદેશ નેતૃત્વ તરફથી કોઈ સહકાર મળતો નથી.
જે સીટ પર ફોર્મ પાછા ખેંચાયા તેમાં કોની ભલામણ હતી?
સમીક્ષા બેઠક દરમિયાન કેટલાક વરિષ્ઠ નેતાઓએ ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "પક્ષમાં હવે ઓળખાણ અને ભલામણ વગર ટિકિટ મળતી જ નથી." એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન જે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાઈ ગયા હતા, તે મુદ્દે પણ નેતાઓએ પ્રભારી સામે વેધક સવાલો પૂછ્યા હતા. નેતાઓએ રોષે ભરાઈને પૂછ્યું કે, જે સીટ પર ફોર્મ પાછા ખેંચાયા તેમાં કોની ભલામણ હતી? અને પક્ષ ભલામણ કરનારાઓ સામે અત્યાર સુધી શું કડક પગલાં લીધા? આજે ઉત્તર ગુજરાતની બેઠકમાં પણ તોફાનના એંધાણ
મધ્ય ગુજરાતની બેઠકમાં સર્જાયેલા ભારે ઘમાસાણ અને આકરા સવાલો બાદ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે મહેસાણાના પ્રવાસે છે. જ્યાં તેઓ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાના હોદ્દેદારો અને નેતાઓ સાથે સમીક્ષા બેઠક યોજવાના છે. મધ્ય ગુજરાતની જેમ ઉત્તર ગુજરાતમાં પણ પરાજય અને સંગઠનની નિષ્ક્રિયતાને લઈને નેતાઓ આક્રમક મૂડમાં હોવાથી આજે પણ બેઠકમાં ભારે તોફાન થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. વિપક્ષમાં ચાલી રહેલો આ આંતરિક કલહ હવે જાહેરમાં આવતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો---- Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

