Ahmedabad: મણિનગરની સોસાયટીઓમાં હજુ ઘૂંટણસમા પાણી, સ્થાનિકો ત્રાહિમામ, જુઓ Video

અમદાવાદમાં મેઘરાજા જબરદસ્ત વરસ્યા મણિનગરની અમુક સોસાયટીઓ હજી પાણીમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન ગુજરાતમાં મેઘો ધોધમાર વરસ્યો. વાત કરીએ અમદાવાદની તો સોમવારે મેઘરાજાએ અમદાવાદને બાનમાં લીધુ હતું. અમદાવાદ આખુ પાણીમાં ગરકાવ થયુ હતું. અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જો કે મંગળવાર સવારે તો કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી ગયા પરંતુ અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાનું સામે આવ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ મણિનગરની. 25 વર્ષથી આ સમસ્યા છે- સ્થાનિક મણિનગરના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં હાલ પર કેડ સમા પાણી ભરેલા છે. ઘરની બહાર નીકળવુ તો કેવી રીતે નીકળવુ. લોકો કહી રહ્યા છે કે દર વખતે પાણી ભરાય છે પરંતુ તંત્ર આનો કાયમી ઉકેલ લાવતો નથી. લોકો કામ ધંધે ગયા વગર ઘરમાં બેસવા મજબૂર છે. સ્થાનિકોનું કહેવુ છે કે સરકાર ગમે તેની હોય. આ સમસ્યા 25 વર્ષથી છે. કોઇ કોર્પોરેટર જોવા પણ આવતા નથી. ડ્રેનેજ વાળાને મોકલી દે છે પણ કાયમી ઉકેલ આવતો નથી. ભૈરવનાથ રોડની સોસાયટીઓ પાણીમાં ગરકાવ વધુ એક સ્થાનિકે જણાવ્યું કે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ થાય છે. ગઇ કાલે 3 વાગ્યાથી પાણી ભરાયા છે હજુ સુધી ઓસર્યા નથી. 25 વર્ષથી આવી જ સમસ્યા છે. પહેલા 5 દિવસ સુધી ભરાતા હતા પાણી અને હવે 2-3 દિવસ તો ભરાય જ છે. તેવામાં સ્થિતિ એ છે કે ઘરનો દરવાજો પણ ખૂલતો નથી. ભૈરવનાથ રોડની અરુંધતી પાર્ક અને સામેની સોસાયટી દેવી પાર્કમાં આવી સ્થિતિ જોવા મળી છે. 2 -3 દિવસ સુધી પાણી ભરાયેલા જ રહે છે. લોકોના ઘરોમાં પાણી ભરાઇ જાય છે. પાણી ઉપર સુધી આવી જતા પીવાનું પાણી પણ મળતુ નથી.

Ahmedabad: મણિનગરની સોસાયટીઓમાં હજુ ઘૂંટણસમા પાણી, સ્થાનિકો ત્રાહિમામ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં મેઘરાજા જબરદસ્ત વરસ્યા
  • મણિનગરની અમુક સોસાયટીઓ હજી પાણીમાં
  • કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન

ગુજરાતમાં મેઘો ધોધમાર વરસ્યો. વાત કરીએ અમદાવાદની તો સોમવારે મેઘરાજાએ અમદાવાદને બાનમાં લીધુ હતું. અમદાવાદ આખુ પાણીમાં ગરકાવ થયુ હતું. અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જો કે મંગળવાર સવારે તો કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી ગયા પરંતુ અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાનું સામે આવ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ મણિનગરની.

25 વર્ષથી આ સમસ્યા છે- સ્થાનિક

મણિનગરના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં હાલ પર કેડ સમા પાણી ભરેલા છે. ઘરની બહાર નીકળવુ તો કેવી રીતે નીકળવુ. લોકો કહી રહ્યા છે કે દર વખતે પાણી ભરાય છે પરંતુ તંત્ર આનો કાયમી ઉકેલ લાવતો નથી. લોકો કામ ધંધે ગયા વગર ઘરમાં બેસવા મજબૂર છે. સ્થાનિકોનું કહેવુ છે કે સરકાર ગમે તેની હોય. આ સમસ્યા 25 વર્ષથી છે. કોઇ કોર્પોરેટર જોવા પણ આવતા નથી. ડ્રેનેજ વાળાને મોકલી દે છે પણ કાયમી ઉકેલ આવતો નથી.

ભૈરવનાથ રોડની સોસાયટીઓ પાણીમાં ગરકાવ

વધુ એક સ્થાનિકે જણાવ્યું કે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ થાય છે. ગઇ કાલે 3 વાગ્યાથી પાણી ભરાયા છે હજુ સુધી ઓસર્યા નથી. 25 વર્ષથી આવી જ સમસ્યા છે. પહેલા 5 દિવસ સુધી ભરાતા હતા પાણી અને હવે 2-3 દિવસ તો ભરાય જ છે. તેવામાં સ્થિતિ એ છે કે ઘરનો દરવાજો પણ ખૂલતો નથી. ભૈરવનાથ રોડની અરુંધતી પાર્ક અને સામેની સોસાયટી દેવી પાર્કમાં આવી સ્થિતિ જોવા મળી છે. 2 -3 દિવસ સુધી પાણી ભરાયેલા જ રહે છે. લોકોના ઘરોમાં પાણી ભરાઇ જાય છે. પાણી ઉપર સુધી આવી જતા પીવાનું પાણી પણ મળતુ નથી.