Ahmedabad: નિકોલમાં મ્યુનિ. શાળાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના આક્ષેપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્વનો સૌથી વિકસિત એવા નિકોલમાં છેલ્લા ઘણાં સમયથી કોઈના કોઈ પ્રકારની સમસ્યા જોવા મળતી રહે છે.
વર્ષ 2006થી મ્યુનિ કોર્પોરેશનની હદમાં આવ્યા બાદ છેલ્લા 18 વર્ષમાં નિકોલમાં એકપણ મ્યુનિ કોર્પોરેશનની શાળા ખોલવામાં આવી નથી,એક બાજુ ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો રાફ્ડો ફાટ્યો છે અને ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી આડેધડ ફી વસુલ કરે છે કેટલીક શાળાઓ એડમિશન વખતે મોટી રકમ ડોનેશન પણ લે છે.
નિકોલમાં છેલ્લા દશ વર્ષમાં બે લાખથી વઘુ નાગરિકો નવા વસવાટ કરવા આવ્યા છે તેમાં 80% લોકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેમના ઘોરણે 1થી 12 સુઘી ભણાવવા હોય તો ઘીરેઘીરે એક સ્વપ્ન બનતું જાય છે, કારણ કે મ્યુનિ કોર્પોરેશનની એકમાત્ર નિકોલ ગામ પાસે શાળા છે બાકી ની 25 જેટલી ખાનગી શાળાઓ આવેલી છે ત્યારે મ્યુનિ કોર્પોરેશન પાસે આ વિસ્તારના વાલીઓની પાંચ ગુજરાતી અને પાંચ અંગ્રેજી માઘ્યમની શાળાઓ ખોલવાની માંગણી છે તે પૈકી અત્યારે એકમાત્ર દિપક સ્કૂલની બાજુમાં અંગ્રેજી માઘ્યમની શાળાનું બિલ્ડિંગ બની રહેલ છે તે શાળાનું કામ પણ ગોકુળ ગાય ગતિથી ચાલુ છે ત્યારે આગામી નવા વર્ષથી શાળાનો પ્રવેશ ચાલુ થાય તે માટે તાત્કાલિક શાળાના મકાનની કામગીરી પુરી કરવા તથા શાળાના કંપાઉન્ડમાં બિનકાયદેસર દબાણો હટાવી ડેવલપ કરવા મેયર તથા મ્યુનિ કમિશ્નર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

