Ahmedabad: નરોડા પાટિયા રોડ 45મી. પહોળો કરાશે રહેણાક, કોમર્શિયલ 13મિલકતોને અસર

Oct 4, 2025 - 00:30
Ahmedabad: નરોડા પાટિયા રોડ 45મી. પહોળો કરાશે રહેણાક, કોમર્શિયલ 13મિલકતોને અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC દ્વારા શહેરના ઉત્તર ઝોનમાં આવેલો નરોડા વિસ્તારમાં નરોડા પાટિયાથી સુતરના કારખાના સુધીના હયાત 30 મી.ના રોડને 45 મી. પહોળો બનાવવામાં આવશે.

આ હેતુસર 3 રહેણાંક અને 10 કોમર્શિયલ મિલકતો કપાતમાં જશે અને તેમને નિયમ મુજબ વળતર અપાશે. નરોડામાં ગેલેક્સી સિનેમા જંક્શનથી દેવી સિનેમા જંક્શન થઈ નરોડા પાટિયા જંક્શનને આવરી લઈ રૂ. 180 કરોડના ખર્ચે 2.5 કિ.મી. લંબાઈનો ઓવરબ્રિજ બનાવાઈ રહ્યો છે. નરોડા પાટિયાથી નરોડા બેઠક ત્રણ રસ્તા સુધી સૂચિત ફ્લાય ઓવરની કામગીરી માટે જરૂર મુજબ સર્વિસ રોડ મળી રહે તે હેતુસર 45 મી. પહોળાઈમાં રોડ લાઈન ઓપન કરવા બ્રિજ પ્રોજેક્ટ દ્વારા કરાયેલી રજુઆતને ધ્યાનમાં લઈ સૂચિત રોડ પહોળો કરવા માટે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે.

સ્ટેન્ડિંગકમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નરોડા વિસ્તારમાંથી અમદાવાદ - હિંમતનગર તરફ જવાનો નેશનલ હાઈવે પસાર થતો હોવાથી નવીદિલ્હી, રાજસ્થાન અને કાશ્મીર તરફ જતા કોમર્શિયલ સહિત ભારે વાહનોની મોટાપાયે અવજર જવર રહે છે તેમજ ST બસ સહિત નાના- મોટા વાહનો અને શહેરનો રાબેતા મુજબના ટ્રાફિકથી આ રોડ આખો દિવસ ધમધમતો જોવા મળે છે. આ રોડ પર મોટાપાયે ટ્રાફિક રહેતો હોવાથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી હોવાની બાબતને ધ્યાનમાં લઈને TP -39 (નરોડા -1), FP- 239 તથ FP- 708 આગળ જ્યાં ટી. પી. રસ્તાની પહોળાઈ 30 મી. છે તેને 45 મી. મુજબ રોડલાઈન ખોલવાની રહેશે. આ રોડ પર આવેલ 400 મી. જેટલી જગ્યામાં રોડ પહોળો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ રોડ પર BRTSની બસો દોડાવવાના નિર્ણયને પગલે 2010માં આ રોડ પહોળો કરવામાં આવ્યા પછી લગભગ 15 વર્ષ બાદ હયાત રોડને 45 મી. પહોળો કરવાની હિલચાલ હાથ ધરાઈ છે.

નરોડા બ્રિજની કામગીરીમાં ગોકળ ગતિઃ ફોરેસ્ટ વિભાગ સાથે કોઈ ફોલોઅપ કરાતું નથી

AMC દ્વારા નરોડા પાટિયા ઓવરબ્રિજ બનાવવાની કામગીરીમાં ગોકળગાયની ગતિ જોવા મળી છે અને લગભગ 6 મહિનાથી બ્રિજની કામગીરી બંધ હોવાને કારણે વાહનચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નરોડા ઓવરબ્રિજ બનાવવામાં AMCનું અણઘડ આયોજન જોવા મળી રહ્યું છે. આ બ્રિજની કામગીરી માટે નરોડા પાટિયા સર્કલ પાસે આવેલ વર્ષો જૂની ડ્રેનેજ લાઈન શિફ્ટ કરવામાં આવ્યા પછી બ્રિજની કામગીરી શરૂ કરવાને કારણે બ્રિજની કામગીરીમાં વિલંબ થયો હતો. નરોડા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે જગ્યા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની માલિકીની છે અને તે જગ્યાના બદલામાં AMC દ્વારા ફોરેસ્ટ વિભાગે જગ્યા આપવામાં આવશે. પરંતુ AMCના અધિકારીઓ દ્વારા ફોરેસ્ટ વિભાગ સાથે કોઈ પ્રકારે ફોલોઅપ કરવામાં આવી રહ્યું ન હોવાનું જાણવા મળે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0