Ahmedabad: દિવાળીના તહેવારોને લઈને વધુ 500 પોલીસકર્મીઓ સતત પેટ્રોલિંગ કરશ

દિવાળીના તહેવારને લઇને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં રૂટિન પેટ્રોલીંગ કરતા દિવાળીના તહેવારમાં 500 જેટલા વધુ પોલીસકર્મી જોડાઇને સતત પેટ્રોલીંગ કરશે. તેમજ બજારોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ ઉભી રહીને આરોપીઓ પર વોચ રાખશે.ઉપરાંત આંગડિયા પેઢીના સંચાલકો સાથે પોલીસે મિંટીગો કરીને સતર્ક રહેવા સૂચના પણ આપી છે. તેમજ જરૂર જણાય તો પોલીસ બંદોબસ્ત માંગવા પણ સલાહ આપી છે. વાહન ચેકિંગના સમયમાં ફેરફાર કરી અલગ-અલગ સમયે અને અલગ-અલગ પોઈન્ટ પર એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરાશે. એમસીઆર કાર્ડના આધારે હિટશિટરોનો રિપોર્ટ તૈયાર કરી તેમની પર ખાસ વોચ રાખવામાં આવશે, દિવાળીના તહેવારને લઇને ચોરી, લૂંટ જેવી ઘટનાઓ અનેક બનતી હોય છે. ત્યારે ગુનાઓ ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં સીસીટીવીથી લઈને સિક્યોરિટીને સ્ટેન્ડ ટુ સુધીનાં આયોજન કરાયા છે. પોલીસ સતત ખડેપગે રહીને શહેરીજનોના જાનમાલની સુરક્ષા કરવાનો પ્રયાસ કરશે. દિવાળીમાં લોકો ફ્રવા જાય છે એટલે લગભગ આખું શહેર ખાલી હોય છે. આ સમયે ચોરીના બનાવો વધી જતા હોય છે.

Ahmedabad: દિવાળીના તહેવારોને લઈને વધુ 500 પોલીસકર્મીઓ સતત પેટ્રોલિંગ કરશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારને લઇને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં રૂટિન પેટ્રોલીંગ કરતા દિવાળીના તહેવારમાં 500 જેટલા વધુ પોલીસકર્મી જોડાઇને સતત પેટ્રોલીંગ કરશે. તેમજ બજારોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ ઉભી રહીને આરોપીઓ પર વોચ રાખશે.

ઉપરાંત આંગડિયા પેઢીના સંચાલકો સાથે પોલીસે મિંટીગો કરીને સતર્ક રહેવા સૂચના પણ આપી છે. તેમજ જરૂર જણાય તો પોલીસ બંદોબસ્ત માંગવા પણ સલાહ આપી છે. વાહન ચેકિંગના સમયમાં ફેરફાર કરી અલગ-અલગ સમયે અને અલગ-અલગ પોઈન્ટ પર એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરાશે. એમસીઆર કાર્ડના આધારે હિટશિટરોનો રિપોર્ટ તૈયાર કરી તેમની પર ખાસ વોચ રાખવામાં આવશે,

દિવાળીના તહેવારને લઇને ચોરી, લૂંટ જેવી ઘટનાઓ અનેક બનતી હોય છે. ત્યારે ગુનાઓ ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં સીસીટીવીથી લઈને સિક્યોરિટીને સ્ટેન્ડ ટુ સુધીનાં આયોજન કરાયા છે. પોલીસ સતત ખડેપગે રહીને શહેરીજનોના જાનમાલની સુરક્ષા કરવાનો પ્રયાસ કરશે. દિવાળીમાં લોકો ફ્રવા જાય છે એટલે લગભગ આખું શહેર ખાલી હોય છે. આ સમયે ચોરીના બનાવો વધી જતા હોય છે.