Ahmedabad: જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનને લઈ તંત્ર તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લામાં તા. 22મી જૂને કુલ 59 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારું વહન માટે રાજ્ય ચૂંટણી આયોગ અને અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
બાવળા તાલુકામાં 4 ગ્રામ પંચાયતોમાં, 3 સરપંચની બેઠક અને 9 વોર્ડના સભ્યો માટે ચૂંટણી લડાશે. દસ્ક્રોઇ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, 4 સરપંચની બેઠક અને 1 વોર્ડના સભ્ય માટે ચૂંટણી યોજાશે. ધોલેરા તાલુકામાં 9 ગ્રામ પંચાયતોમાં, 8 સરપંચની બેઠક અને 35 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. ધંધુકા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને 28 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. વિરમગામ તાલુકામાં 9 ગ્રામ પંચાયતોમાં, 8 સરપંચની બેઠક અને 21 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે.
સાણંદ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને 6 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે.
આમ જિલ્લામાં કુલ 59 ગ્રામ પંચાયતોમાં સરપંચની 53 બેઠકો અને 152 વોર્ડના સભ્યો માટે ચૂંટણીઓ યોજાશે. જિલ્લામાં કુલ 125 મતદાન મથકોએ મતદાન થશે.
અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓ, પોલીસ સ્ટાફ્ અને પોલિંગ સ્ટાફ્ સહિત કુલ 1,160 કર્મચારી કાર્યરત રહેશે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં કુલ 55,807 સ્ત્ર્રી મતદારો, 57,954 પુરુષ મતદારો અને કુલ 1,13,761 મતદારો નોંધાયેલા છે.
What's Your Reaction?






