Ahmedabad: કોતરપુર,નરોડા,હંસપુરામાં 1 કલાકમાં 1.5 ઈંચ વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં શુક્રવારે સવારથી વરસાદી માહોલ જામતા દિવસભર રસ્તા પર પાણી ભરાયેલી સ્થિતિ જોવા મળી હતી. પૂર્વના વિવિધ વિસ્તારોમાં જેમાં ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિકની લાઈન લાગી રહી છે.
ઉત્તર ઝોનમાં આવેલા નરોડા, હંસપુરા અને કોતરપુર તરફથી અંબાજી પગપાળા જતા યાત્રીઓ રસ્તા વચ્ચે ફસાઈ ગયા હતા.
વરસાદે સાંજે 4થી 5 વાગ્યા વચ્ચે ભારે જોર પકડયું હતું, જેમાં નરોડા અને કોતરપુરમાં દોઢ ઈંચ, જ્યારે સરદારનગર અને હંસપુરામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નોબલનગર અને ભદ્રેશ્વર તેમજ કોતરપુર ટર્નિંગ પાસેનો એક બાજુનો રોડ બંધ કરાતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જેમાં બેથી ત્રણ 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતાં કોર્પોરેશનની ટીમે તાત્કાલિક કેચપીટ ખોલવાથી ગટરના ઢાંકણ ખોલવા માટેની કામગીરી હાથ ધરી હતી. રામોલ-હાથીજણ, વસ્ત્રાલ, નિકોલ, કઠવાડા, ઓઢવ, વિરાટનગરમાં અડધા ઈંચ જેટલા વરસાદમાં તાજેતરમાં જ રિપેરિંગ કરેલા રસ્તાઓ પર ફરી ખાડા પડી ગયા હતા. ગોમતીપુરમાં નૂરભાઈ ધોબીની ચાલી પાસે શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓ પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા હતા. સામાન્ય વરસાદમાં જ રોડ પર પાણી ભરાતાં મ્યુનિ.ની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
What's Your Reaction?






