Ahmedabad કાલુપુર સ્ટેશનનું રિનોવેશનઃ AMTS અને BRTS બસ રૂટમાં ફેરફાર કરાયા

રેલવે વિભાગ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે.કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રોડને બંધ કરીને ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. આ હેતુસર ટ્રાફિક પોલીસના જાહેરનામાને અનુલક્ષીને AMTS અને BRTSના રૂટને ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સંચાલિત BRTS બસના રૂટમાં ફ્ેરફર કરવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ્ જતી અને ત્યાંથી પસાર થતી AMTS બસના 161 રૂટમાં ફેરફાર કરાયા છે તેમજ BRTSની બસ રૂટમાં પણ ફેરફાર કરાયા છે. AMTS, BRTSના બસ રૂટમાં કરાયેલા ફેરફાર અને રૂટ બંધ કરાયા છે તેને તા. 11 સપ્ટેમ્બરથી અમલી બનાવવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન થઈને પસાર થતી BRTS બસના સાત રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે બે રૂટને સદંતર બંધ કરવામાં આવ્યા છે. રૂટ નંબર 201 એન્ટી સરક્યુલર રૂટ અને સિવિલ હોસ્પિટલથી કાલુપુરનો રૂટ નંબર 18 સદંતર બંધ રહેશે. પૂર્વ વિસ્તારમાં રખિયાલ તરફ્થી આવતી BRTS સારંગપુર સર્કલ થઈ જમાલપુર ગીતામંદિર તરફ્થી જશે. જ્યારે નરોડા તરફ્થી આવતી BRTS હવે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા થઈ અલગ રૂટ ઉપર ઇસ્કોન અને ભાડજ તરફ્ જશે. AMTSની કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી અને ત્યાંથી ઉપડતી કુલ 161 બસોના રૂટ બદલી નાખવામાં આવ્યા છે. કાલુપુર જતી બસો હવે સારંગપુર દરવાજા અને પાંચકુવા સુધી જ જશે.

Ahmedabad કાલુપુર સ્ટેશનનું રિનોવેશનઃ AMTS અને BRTS બસ રૂટમાં ફેરફાર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રેલવે વિભાગ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે.

કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રોડને બંધ કરીને ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. આ હેતુસર ટ્રાફિક પોલીસના જાહેરનામાને અનુલક્ષીને AMTS અને BRTSના રૂટને ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સંચાલિત BRTS બસના રૂટમાં ફ્ેરફર કરવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ્ જતી અને ત્યાંથી પસાર થતી AMTS બસના 161 રૂટમાં ફેરફાર કરાયા છે તેમજ BRTSની બસ રૂટમાં પણ ફેરફાર કરાયા છે. AMTS, BRTSના બસ રૂટમાં કરાયેલા ફેરફાર અને રૂટ બંધ કરાયા છે તેને તા. 11 સપ્ટેમ્બરથી અમલી બનાવવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન થઈને પસાર થતી BRTS બસના સાત રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે બે રૂટને સદંતર બંધ કરવામાં આવ્યા છે. રૂટ નંબર 201 એન્ટી સરક્યુલર રૂટ અને સિવિલ હોસ્પિટલથી કાલુપુરનો રૂટ નંબર 18 સદંતર બંધ રહેશે. પૂર્વ વિસ્તારમાં રખિયાલ તરફ્થી આવતી BRTS સારંગપુર સર્કલ થઈ જમાલપુર ગીતામંદિર તરફ્થી જશે. જ્યારે નરોડા તરફ્થી આવતી BRTS હવે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા થઈ અલગ રૂટ ઉપર ઇસ્કોન અને ભાડજ તરફ્ જશે. AMTSની કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી અને ત્યાંથી ઉપડતી કુલ 161 બસોના રૂટ બદલી નાખવામાં આવ્યા છે. કાલુપુર જતી બસો હવે સારંગપુર દરવાજા અને પાંચકુવા સુધી જ જશે.