Ahmedabad: કાલુપુર પાસે 400વર્ષ જૂનીમંછા મસ્જિદનો હિસ્સો તોડવા સામે અપીલ હાઈકોર્ટે ફગાવી

Oct 4, 2025 - 00:30
Ahmedabad: કાલુપુર પાસે 400વર્ષ જૂનીમંછા મસ્જિદનો હિસ્સો તોડવા સામે અપીલ હાઈકોર્ટે ફગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ્થી રસ્તાને પહોળો કરવા માટે સ્થાનિક 400 વર્ષ જૂની મંછા મસ્જિદના એક હિસ્સાને તોડી પાડવાની તજવીજ હાથ ધરવાના અમ્યુકો સત્તાવાળાઓના નિર્ણયને પડકારતી મસ્જિદના ટ્રસ્ટીઓ તરફ્થી કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ એલ.એસ.પીરઝાદાની ખંડપીઠે ફ્ગાવી દીધી હતી.

જસ્ટિસ એ.એસ.સુપહીયાની ખંડપીઠે અમ્યુકો સત્તાધીશોના નિર્ણય અને અમ્યુકોની કાર્યવાહીને યથાર્થ ઠરાવતાં આ અંગેના સીંગલ જજના હુકમને પણ બહાલ રાખ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આ હુકમને પગલે સરસપુર ખાતેના અટવાયેલા પ્રોજેકટને આગળ ધપાવવાનો માર્ગ મોકળો થયો છે.

હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં મસ્જિદનું મુખ્ય માળખું તોડવામાં નથી આવી રહ્યું. વળી, સૂચિત રસ્તો પહોળો કરવાના કારણે વાણિજ્યિક મિલ્કતો, રહેણાંક, મંદિર સહિત અનેક મિલ્કતો પણ તોડી પાડવામાં આવ્યા છે અને તેમાંની એક મિલ્કત અપીલકર્તાઓની છે. સીંગલ જજના હુકમમાં કોઇ ભૂલ નથી, તેથી અપીલ નામંજૂર કરવામાં આવે છે.

અગાઉ આ કેસમાં હાઇકોર્ટના સીંગલ જજે પોતાના હુકમમાં સ્પષ્ટ કર્યું હતું કે, અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949(જીપીએમસી)ની કલમ-લ210થી 213ની જોગવાઇઓ હેઠળ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરીને તેમ જ સ્ટેન્ડીંગ કમીટીની મંજૂરી લીધા પછી જ મસ્જિદના લાગતા વળગતાઓને નોટિસ આપવામાં આવી છે. અમ્યુકો સત્તાવાળાઓનો નિર્ણય યોગ્ય અને કાયદેસર છે.

સીંગલ જજના આ હુકમને પડકારતી અપીલમાં 400 વર્ષ જૂની મંછા મસ્જિદના ટ્રસ્ટીઓ તરફ્થી રજૂઆત કરાઇ હતી કે, અમ્યુકોના એસ્ટટે ઓફ્સિર દ્વારા અપાયેલી નોટિસ અનુસંધાનમાં અરજદારોએ વિગતવાર રજૂઆત કરી હતી તેમછતાં તેના મુદ્દા ધ્યાનમાં લીધા વિના તેમ જ મસ્જિદના હિસ્સાને તોડી પાડવાના તથા રોડ પહોળો કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવવા છતાં અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા અરજદારોની રજૂઆત નકારી કાઢી હતી. એસ્ટેટ ઓફ્સિર દ્વારા સુનાવણીની તક એક વખત આપ્યા બાદ સ્ટેન્ડીંગ કમીટી યોગ્ય કારણો જણાવ્યા કે નોંધ્યા વિના આ પ્રકારનો નિર્ણય કરી શકે નહી. જો કે, હાઇકોર્ટે ટ્રસ્ટીઓની અપીલ ફ્ગાવી દીધી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0