Ahmedabad: ઓઢવમાં બે શખ્સે મિત્ર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

Jun 16, 2025 - 02:30
Ahmedabad: ઓઢવમાં બે શખ્સે મિત્ર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઓઢવમાં બે મિત્રોએ અન્ય એક મિત્રને અમારી બાતમી પોલીસને કેમ આપે છે કહીને તકરાર કરીને બંને મિત્રોએ બીજા મિત્રને ધારદાર ચાકુના 6 ઘા મારીને જીવલેણ હુમલો કર્યો હતો. યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયો અને લાંભી સારવાર બાદ 6 દિવસે હોશમાં આવતા બંને મિત્રો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમરાઈવાડીમાં રહેતા 34 વર્ષીય સંદીપ પંચાલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 9 જૂને તેના મિત્ર અનિલ ઉફ્ર્ે અન્નુ અને પવરીન ઉફ્ર્ે મકડી સાથે રીક્ષામાં બેસીને નાસ્તો કરવા માટે ગયો હતો. નાસ્તો કરીને ત્રણેય મિત્રો પાછા આવતા હતા. ત્યારે ઓઢવ સિંગરવા પશુપતિનાથી મંદિરની સામે પહોંચ્યા તે સમયે રીક્ષામાં બેઠેલા અનિલે તેના મિત્ર સંદીપને પૂછયું કે અમારા લોકોની બાતમી પોલીસને તું કેમ આપે છે જેથી સંદીપે કહ્યું કે આપણે તો મિત્રો છીએ હું તમારા લોકોની બાતમી પોલીસને શા માટે આપુ. ત્યારબાદ અનિલ અને પવરીને ઉશ્કેરાઇને સંદીપને બિભત્સ ગાળો બોલીને રીક્ષામાંથી નીચે ઉતારીને માર મારવા લાગ્યા હતા. બાદમાં બંનેએ ચપ્પુના છઘા મારતા સંદિપ લોહિલુહાણ હાલતમાં બેભાન થઇને ઢળી પડયો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઇ જતા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત સંદીપને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. 6 દિવસ બાદ હોંશ આવતા સંદિપે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અનિલ પટણી અને પવરીન પંડયા સામે ફરિયાદ નોંધાવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0