Ahmedabad: એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, બેંગકોકથી લાવવામાં આવેલો 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગની ટીમે સતર્કતા દાખવીને બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ હાઈબ્રીડ ગાંજો અત્યંત મોંઘો અને વિદેશી વેરાયટીનો હોવાનું જાણવા મળ્યું છે.
વિયેટજેટ ફ્લાઈટમાં આવ્યો હતો મુસાફર
મળતી માહિતી મુજબ, આરોપી મુસાફર બેંગકોકથી વિયેટજેટ ફ્લાઈટ (VZ-750) માં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. એરપોર્ટ પર સ્કેનિંગ અને તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓને તેની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવીને સઘન તપાસ કરવામાં આવી હતી.
વેક્યૂમ પેકિંગમાં સંતાડેલું હતું ડ્રગ્સ
મુસાફરની તપાસ દરમિયાન તેની હેન્ડ બેગેજમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેણે ડ્રગ્સની ગંધ ન આવે તે માટે અત્યંત ચાલાકીથી 4 વેક્યૂમ પેકેટ તૈયાર કર્યા હતા. આ પેકેટોમાં છુપાવેલો હાઈબ્રીડ ગાંજો મળી આવતા કસ્ટમ વિભાગે તુરંત જ જથ્થો જપ્ત કર્યો હતો.આરોપી મહારાષ્ટ્રનો રહેવાસી
ઝડપાયેલો મુસાફર મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. કસ્ટમ વિભાગે તેની વિરુદ્ધ NDPS એક્ટ (નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Palanpur: સાસરિયાઓના માનસિક ત્રાસથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાધો, આપઘાત પૂર્વે વિડિયો બનાવી દર્દ ઠાલવ્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

