Ahmedabad: અસારવામાં રસ્તો ક્રોસ કરતા યુવકને રિક્ષાચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અસારવામાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને રિક્ષાચાલકે અડફેટે લીધો હતો. યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યંુ હતું. આ અંગે ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
અસારવામાં રહેતા 40 વર્ષીય કનારામ ગોહિલ છૂટક મજૂરી કામ કરતા હતા. ગત 29 ઓગસ્ટે પરોઢિયે તેઓ અસારવા તળાવથી માતૃભૂમિ વાવ તરફ્ ચાલતા જતા હતા. ત્યારે મહાલક્ષ્મી માટલાઘર પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલા રિક્ષાચાલકે કનારામને ટક્કર મારતા તેઓ ફ્ંગોળાઈને રોડ પર પટકાયા હતા. તેમને ખૂબજ ગંભીર ઇજાઓ પહોચી જેથી તેઓ બેભાન થઇ ગયા હતા. આસપાસના લોકોએ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન કનારામનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન રિક્ષાચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માત અંગે અંગે એફ્ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર રિક્ષાચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
AMTS બસ નીચે આવી જતા યુવકનું મોત
માણેકચોકમાં 69 વર્ષીય ભૂપેન્દ્રભાઇ શાહ મજૂરીકામ કરતા હતા. સોમવારે સાંજે તેઓ સરદારબાગ નજીકથી રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે એએમટીએસ બસ નીચે આવી જતા તેમનું મોત કરૂણ નિપજ્યુ હતુ. આ અંગે ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. બસચાલક અને પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે બસ લાલદરવાજા તરફ્ આવતી હતી તે દરમ્યાન સરદારબાગ સ્ટેન્ડ પર પ્રવાસી ઉતારવા બસ ઉભી રાખવામાં આવી હતી. પ્રવાસી ઉતાર્યા બાદ ડ્રાઈવર બસ શરૂ કરી ત્યારે ભૂપેન્દ્રભાઇ રોડ ક્રોસ કરી આવતા હતા. બસની ડાબી બાજુએથી કોઈ બીજા વાહનની ટક્કર વાગતા બસ સાથે ભટકાઈ તેઓ નીચે પડયા હતા. નીચે પડતાની સાથે જ ડાબી બાજુનું પાછળનું ટાયર તેમના ઉપર ચઢી જતા તેમનું મોત થયુ હતુ.
What's Your Reaction?






