Ahmedabad : SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA તરફનો રસ્તો 6 માસ માટે કરાયો બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના એસ.જી.હાઈવે પરથી વ્હીકલ લઈને રોજબરોજ પસાર થતાં લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના એસ.જી.હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે બની રહેલા ઓવરબ્રિજને કારણે વાહનચાલકોને પસાર થવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફ જતો 100 મીટરનો એક તરફનો રોડ આગામી 6 મહિના સુધી બંધ રહેશે.
ઈસ્કોનથી સરખેજ રોડ રાબેતા મુજબ ચાલુ રહેશે
તમને જણાવી દઈએ કે એસ.જી.હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે અને આ ઓવરબ્રિજના પીલ્લરો ઉપર ગર્ડર લગાવવાની કામગીરી કરવાની હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સાણંદ, સરખેજ તરફથી આવતો નાના તથા મોટા વાહન વાળો ટ્રાફિક વાય.એમ.સી.એ. ક્લબ તરફથી ડાબી બાજુ વળીને ભગવાન સર્કલથી જમણી બાજુ વળી ઝવેરી સર્કલ થઈ (ચકરી સર્કલ) જમણી બાજુ વળી કર્ણાવતી ક્લબ થઈ એસ.જી.હાઈવે ઉપર થઈ અલગ-અલગ માર્ગો ઉપર જઈ શકશે. ત્યારે ઈસ્કોનથી સરખેજ તરફ જતો રોડ વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહેશે.
અડાલજથી ખોરજ તરફ જતાં બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ
બીજી તરફ અડાલજથી ખોરજ તરફ જતા બ્રિજનું બાંધકામ 25 વર્ષ જૂનું છે. જેમાં પ્રથમ સ્પાન ક્ષતિગ્રસ્ત હોવાનું ધ્યાનમાં આવતા અગમચેતીના ભાગરૂપે બ્રિજને વધુ નુકસાન ના થાય અને જરૂરી મરામતની કામગીરી પૂર્ણ ન થયા ત્યાં સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારે વાહનો તથા એસ.ટી/AMTS બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે મુજબ ગાંધીનગરથી સરખેજ તરફ જતા ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈ ઝુંડાલ ચોકડીથી જમણી બાજુ વૈષ્ણવદેવી બ્રિજ થઈને સરખેજ જવું અને સરખેજથી ગાંધીનગર તરફ આવતા વૈષ્ણવદેવી બ્રિજથી ડાબી બાજુ જઈને ઝુંડાલ ચોકડીથી ડાબી બાજુ અડાલજ બાલાપીર થઈને ઉવારસદ બ્રિજ નીચેથી જમણી બાજુથી ગાંધીનગર તરફ આવવાનું રહેશે.
What's Your Reaction?






