Ahmedabad RathYatra 2026 : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને મહત્વની વિગતો આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રથયાત્રા પૂર્વે આજે તેમને જગન્નાથ મંદિરે ધ્વજારોહણ કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો છે. શાંતિ અને કોમી એકતા જળવાઈ રહે તે માટે હિન્દુ-મુસ્લિમ તમામ ધર્મના લોકો એકસાથે મળીને પ્રભુના સ્વાગતની તૈયારીઓમાં જોડાયા છે.
રથયાત્રાના રૂટ પર 30 હજાર જેટલા પોલીસ જવાનો
આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને અભૂતપૂર્વ અને અત્યંત હાઈટેક બનાવવામાં આવી છે. ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે, અંદાજે 2.5 કિલોમીટર લાંબી આ રથયાત્રાના રૂટ પર 30 હજાર જેટલા પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ ખડેપગે તૈનાત રહેશે.
હાઈટેક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ
આ રથયાત્રામાં પહેલીવાર હાઈટેક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. મેળા અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સક્રિય થતા આશરે 65 હજાર જેટલા હિસ્ટ્રીશીટર અને પિકપોકેટરની ત્વરિત ઓળખ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ કાર્યરત કરાઈ છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવતા તત્વો અને ડાર્ક વેબ પર સાયબર ક્રાઈમની ટીમ સતત ચાંપતી નજર રાખી રહી છે.
‘AI વોઈસ બોટ’ ડેવલપ કરવામાં આવ્યો
રથયાત્રાના રૂટ પર આવતા ભાવિકોની ત્વરિત મદદ માટે ખાસ ‘AI વોઈસ બોટ’ ડેવલપ કરવામાં આવ્યો છે. મંત્રીએ યાત્રાળુઓને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, રૂટ પર આવતી કોઈ પણ ભયજનક કે જર્જરિત ઇમારતોની આસપાસ ઊભા રહેવાનું ટાળવું તેમજ જર્જરિત ધાબા કે છત પર ચડવું નહીં. આ ઉપરાંત, યાત્રામાં જોડાનારા ગજરાજો (હાથીઓ) ને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ વન્યજીવ ટીમો તૈનાત કરાઈ છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે
મંગળવારની વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરંપરાગત રીતે ભગવાનની મંગળા આરતીમાં હાજર રહેશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરીને સવારે 7 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. તાજેતરમાં ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરમાંથી ઝડપાયેલા 5 શકમંદો અંગે વાત કરતા ગૃહમંત્રીએ સફળ ઓપરેશન માટે ડીજીપી અને એટીએસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ અંગેની સત્તાવાર વિગતો એટીએસ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરાશે.
આ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

