Ahmedabad Rathyatra 2024 : ગજરાજની વિશેષ પૂજા કરી કરાયો શણગાર,જાણો ગજરાજના નામ

રથયાત્રા ગજરાજની આગેવાની નિકળતી હોવાથી ગજરાજ પૂજનનું વિશેષ મહત્વ નાથની રથયાત્રાને લઈ ગજરાજને વિશેષ શણગાર કરાયો ગજરાજ રથયાત્રાની આગેવાની કરીને શોભામાં અભિવૃદ્ધિ કરશે હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા કરાઈ હતી. રથયાત્રા દરમિયાન ગજરાજો ભગવાનની પાલખીની આગેવાની કરશે, ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. ગજરાજના નામ પર નજર કરીએ તો જયતારા,ચંદ્રકલા,દીપમાલા,જાનકી,બાબુલાલ, રાની ,ભોલા, લીલાવતી,ચંપાવતી,રાજા,સુરતમાલા, સંતોષી, રાજુડી,ગુલાબકલી,ચાંદની, લક્ષમી,લાલી, રૂપા,રૂપકલી, ચંપાકલી,ગંગાવતી 18 ગજરાજો આવ્યા છે.ડોક્ટરોએ ગજરાજનું મેડિકલ ચેકઅપ કર્યુ પશુપાલન વિભાગ,વન વિભાગ અને ઝુ ઓથોરિટીના ડોક્ટરોએ ગજરાજનું મેડિકલ ચેકઅપ કર્યુ હતુ. હાથીઓ માનસીક સંતુલન ગુમાવે નહીં તે માટે તેમની જરૂરી શારિરીક તપાસ કરાઈ હતી. તપાસમાં ફિઝિકલ અને મેન્ટલી બને તપાસ કરવામાં આવે છે.દર વર્ષે રથયાત્રામાં જોડાય છે. સાથે હાથીને ભગવાનનું પ્રિય પ્રાણી પણ માનવામાં આવે છે. જેથી વર્ષોથી આ રથયાત્રામાં હાથી જોડાય છે. અને રથયાત્રામાં એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. દર વર્ષે આ રથયાત્રામાં 15-18 હાથી જોડાતા હોય છે જેમાં કેટલાક હાથીને માત્ર રથયાત્રા માટે આસામ અને કેરળથી અમદાવાદ લાવવામાં આવે છે. હાથી રથયાત્રાની શોભામાં વધારો કરે છે હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે. 1992માં હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નિકળ્યા હતા ​​​​​​​​અમદાવાદમાં 1992માં રમખાણ થયા ત્યારે આજ હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જોવો તો આ હાથીનું અનેરું મહત્વ છે. અને મારું માનવું છે કે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય. હાલ તમે જોવો આ હાથી કેટલા શાંત છે લોકો તેમની નજીક જતા પણ અચકાતા નથી તો જો પબ્લિક વગર જ રથયાત્રા નીકળવાની હોય તો હાથીને સાથે રાખી શકાય.

Ahmedabad Rathyatra 2024 : ગજરાજની વિશેષ પૂજા કરી કરાયો શણગાર,જાણો ગજરાજના નામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રથયાત્રા ગજરાજની આગેવાની નિકળતી હોવાથી ગજરાજ પૂજનનું વિશેષ મહત્વ
  • નાથની રથયાત્રાને લઈ ગજરાજને વિશેષ શણગાર કરાયો
  • ગજરાજ રથયાત્રાની આગેવાની કરીને શોભામાં અભિવૃદ્ધિ કરશે

હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા કરાઈ હતી. રથયાત્રા દરમિયાન ગજરાજો ભગવાનની પાલખીની આગેવાની કરશે, ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ.

ગજરાજના નામ પર નજર કરીએ તો

જયતારા,ચંદ્રકલા,દીપમાલા,જાનકી,બાબુલાલ, રાની ,ભોલા, લીલાવતી,ચંપાવતી,રાજા,સુરતમાલા, સંતોષી, રાજુડી,ગુલાબકલી,ચાંદની, લક્ષમી,લાલી, રૂપા,રૂપકલી, ચંપાકલી,ગંગાવતી 18 ગજરાજો આવ્યા છે.

ડોક્ટરોએ ગજરાજનું મેડિકલ ચેકઅપ કર્યુ

પશુપાલન વિભાગ,વન વિભાગ અને ઝુ ઓથોરિટીના ડોક્ટરોએ ગજરાજનું મેડિકલ ચેકઅપ કર્યુ હતુ. હાથીઓ માનસીક સંતુલન ગુમાવે નહીં તે માટે તેમની જરૂરી શારિરીક તપાસ કરાઈ હતી. તપાસમાં ફિઝિકલ અને મેન્ટલી બને તપાસ કરવામાં આવે છે.દર વર્ષે રથયાત્રામાં જોડાય છે. સાથે હાથીને ભગવાનનું પ્રિય પ્રાણી પણ માનવામાં આવે છે. જેથી વર્ષોથી આ રથયાત્રામાં હાથી જોડાય છે. અને રથયાત્રામાં એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. દર વર્ષે આ રથયાત્રામાં 15-18 હાથી જોડાતા હોય છે જેમાં કેટલાક હાથીને માત્ર રથયાત્રા માટે આસામ અને કેરળથી અમદાવાદ લાવવામાં આવે છે.

હાથી રથયાત્રાની શોભામાં વધારો કરે છે

હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે.

1992માં હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નિકળ્યા હતા

​​​​​​​​અમદાવાદમાં 1992માં રમખાણ થયા ત્યારે આજ હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જોવો તો આ હાથીનું અનેરું મહત્વ છે. અને મારું માનવું છે કે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય. હાલ તમે જોવો આ હાથી કેટલા શાંત છે લોકો તેમની નજીક જતા પણ અચકાતા નથી તો જો પબ્લિક વગર જ રથયાત્રા નીકળવાની હોય તો હાથીને સાથે રાખી શકાય.