Ahmedabad Rath Yatra 2026 : ભગવાને આખી રાત મંદિરની બહાર વિતાવી, આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહમાં થશે સ્થાપન!

Jul 17, 2026 - 09:30
Ahmedabad Rath Yatra 2026 : ભગવાને આખી રાત મંદિરની બહાર વિતાવી, આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહમાં થશે સ્થાપન!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ નગરીમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે નીકળેલી અષાઢી બીજની પરંપરાગત રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને કોમી એકતાના માહોલમાં સંપન્ન થઈ છે. નગરચર્યાએ નીકળેલા નાથ ભક્તોને દર્શન આપીને મોડી સાંજે સુરક્ષિત રીતે પોતાના નિજ મંદિર તરફ પરત ફર્યા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના રથોનું મંદિરે આગમન થતાં જ જય રણછોડ, માખણચોરના નારા સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

પરંપરા મુજબ ભગવાને આખી રાત મંદિરની બહાર વિતાવી 

પરંપરા અનુસાર, રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરતા નથી, પરંતુ તેઓ આખી રાત મંદિરના પરંપરાગત પ્રાંગણમાં જ વિતાવે છે અને પરંપરા મુજબ ભગવાને આખી રાત મંદિરની બહાર વિતાવી હતી.

Ahmedabad Rathyatra Concludes Peacefully: Lord Jagannath Returns

વિશેષ ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન 

ભગવાનના દર્શન માટે મોડી રાત સુધી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં વિશેષ ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન શરૂ કરી દેવામાં આવ્યા છે. વહેલી સવારથી જ પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે પ્રક્રિયા હાથ ધરાઈ હતી.મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે

આજે વાજતે-ગાજતે અને ભારે હર્ષોલ્લાસ સાથે ત્રણેય મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે. મહાઆરતી અને ભોગ ધરાવ્યા બાદ ભક્તો માટે ભગવાનના દિવ્ય દર્શનનો લહાવો ખુલ્લો મૂકાશે. આ સોનેરી અવસરે લાખો શ્રદ્ધાળુઓ પ્રભુના ગર્ભગૃહના દર્શન કરી ધન્યતા અનુભવશે. વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્તને કારણે સમગ્ર રથયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થતાં જ મંદિર ટ્રસ્ટ અને અમદાવાદીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 

   

  આ પણ વાંચો   :    Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!




What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0