Ahmedabad rain news: બાવળામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વરસાદી પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. અમદાવાદના બાવળામાં વરસાદી કહેર જોવા મળ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પાણી ભરાયા છે. ટાવર ચોકથી આર.કે.સર્કલ પાણી પાણી થયા છે. સંત આશ્રમ વિસ્તારમાં પણ ભરાયા પાણી છે.
બાવળામાં વરસાદી કહેર જોવા મળ્યો
શહેરમાં વરસાદે તારાજી સર્જી છે. શહેર જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મેઘરાજાએ અમદાવાદના પૂર્વ વિસ્તારને ઘમરોળ્યું છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી લોકોને હાલાકી ભોગવી રહ્યા છે. દાણીલીમડા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. વાહન વ્યવહાર ઠપ થઇ જતા લોકોએ મદદ કરી છે. શાહ આલમ ટોલનાકા,પિરકમલ ખાતે પાણી ભરાયા છે. ખોખરા અને હાટકેશ્વરમાં ખાતે પણ પાણી ભરાયા છે.
પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી
અમદાવાદના બાકરોલમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે. ગામમાં જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળ્યું છે. મહાદેવ મંદિર જતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાતા ગામમાં અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
What's Your Reaction?






