Ahmedabad Rain News: શહેરમાં કેટલીક જગ્યાએ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકોની મુશ્કેલી વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ગઈકાલે રવિવારે પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતાં. દાણીલીમડા, ઓઢવ, નરોડા, મણિનગર, મેમ્કો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ગઈકાલે શહેરા પૂર્વ વિસ્તારમાં દોઢ, પશ્ચિમમાં એક અને અન્ય વિસ્તારો સહિત સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન હતાં. આજે શહેરમાં વરસાદ બંધ હોવા છતાં દાણીલીમડા વિસ્તારમાં ભરાયેલા પાણી હજી ઓસર્યા નથી.
સ્થાનિકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો
અમદાવાદમાં વરસાદ બંધ થયાના કલાકોનો સમય વિત્યો હોવા છતાં શહેરમાં કેટલાક વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ નહીં થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મોટા પાયે પ્રિ મોન્સૂનની કામગીરીના દાવા કરનાર મહાનગર પાલિકાની કામગીરી પોકળ સાબિત થઈ હતી. દાણીલીમડામાં અનેક ઠેકાણે હજી વરસાદના પાણી ઓસર્યા નથી. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.
શહેરમાં 20 દિવસમાં સિઝનનો સરેરાશ 51.77 ટકા વરસાદ થયો
અમદાવાદ શહેરમાં માત્ર એક ઈંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતાં. બોપલ પાસેના માઈનોર અંડરબ્રિજમાં એક કાર ફસાઈ ગઈ હતી. શહેરમાં 20 દિવસમાં સિઝનનો સરેરાશ 51.77 ટકા વરસાદ થયો છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી હજુ 36 કલાક સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
What's Your Reaction?






