Ahmedabad Rain: વેજલપુરમાં શાળાના બાળકોનું રેસ્ક્યૂ, બોપલ અને શેલામાં ઘરોમાં પાણી ઘૂસી ગયા

Jul 23, 2026 - 14:30
Ahmedabad Rain: વેજલપુરમાં શાળાના બાળકોનું રેસ્ક્યૂ, બોપલ અને શેલામાં ઘરોમાં પાણી ઘૂસી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં સતત અને અવિરત વરસેલા ધોધમાર વરસાદે કોર્પોરેશનના તમામ પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી છે. શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં વરસાદે એવો કાળો કેર વર્તાવ્યો છે કે અનેક વિસ્તારો સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ડ્રેનેજ લાઈનો ક્ષણભરમાં નિષ્ફળ નીવડતાં નાગરિકો અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયા છે.

વેજલપુરમાં શાળામાંથી બાળકોનું રેસ્ક્યૂ

અતિભારે વરસાદના કારણે વેજલપુર વિસ્તારની એક શાળામાં વરસાદી પાણી ઘૂસી જતાં અસંખ્ય બાળકો ફસાઈ ગયા હતા. પાણીનું સ્તર સતત વધતાં શાળા સંચાલકો અને વાલીઓમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમો ફાયરની મોટી ગાડીઓ સાથે સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં શાળાના તમામ માસુમ બાળકોને પોતાની ગાડીઓમાં સુરક્ષિત બેસાડીને બહાર કાઢી વાલીઓને સોંપ્યા હતા.

બોપલ, શેલા અને શિવરંજનીમાં ભારે તારાજી

પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં આવેલા સ્ટરલિંગ સિટીના કરોડોના બંગલાઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. બંગલાઓના કમ્પાઉન્ડ અને હોલમાં પાણી ભરાતાં કિંમતી સામાનને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત શેલા અને ઘુમા પંથકમાં કમર સુધીના (3 થી 4 ફૂટ) પાણી ભરાઈ જતાં રહીશો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. બીજી તરફ, શિવરંજની ચાર રસ્તા પાસે ગટર બેક મારવાના કારણે મુખ્ય માર્ગ પર 3 થી 4 ફૂટ પાણી ઉભરાયા હતા, જેનાથી ડઝનબંધ વાહનો બંધ પડી ગયા હતા.લોકો રોડ પર ત્રસ્ત, નેતાઓ કંટ્રોલ રૂમમાં

શહેરમાં સર્જાયેલી આ કટોકટી વચ્ચે ગ્રાઉન્ડ લેવલ પર AMC નો નિષ્ફળ વહીવટ છતો થયો છે. રસ્તાઓ પર નાગરિકો અને વાહનચાલકો પાણીમાં અટવાઈને ત્રસ્ત બન્યા હતા, ત્યારે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનર સહિતના હોદ્દેદારો કંટ્રોલ રૂમમાં બેસીને સ્થિતિ નિહાળતા નજરે પડ્યા હતા. ગ્રાઉન્ડ પર મહાનગરપાલિકાનો સ્ટાફ ગાયબ જણાતાં, અમદાવાદ ટ્રાફિક અને લોકલ પોલીસે માનવતા દાખવીને રસ્તા પર ઉતરી પાણીમાં ફસાયેલા વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની કામગીરી સંભાળી હતી.3 અંડરપાસ પુનઃ શરૂ કરાયા

દિવસે વરસાદનું જોર થોડું ઘટો અને પમ્પિંગ મશીનરી મારફતે પાણી ઓસરવાનું શરૂ થતાં તંત્ર દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. શહેરના અતિ મહત્વના એવા શાહીબાગ અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ અને ઉસ્માનપુરા અંડરપાસમાંથી પાણી ઉલેચી લેવાતાં આ ત્રણેય અંડરપાસ વાહનવ્યવહાર માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: એસજી હાઇવે પર પેલેડિયમ મોલ પાસે ફસાયો CM નો કાફલો, શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ટ્રાફિક જામ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0