Ahmedabad plane crash: એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું

Jun 13, 2025 - 17:00
Ahmedabad plane crash: એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટા સમાચારો સામે આવ્યાં છે. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર ટીમે બ્લેક બોક્સ શોધી કાઢયું છે. આ બ્લેક બોક્સને DGCA અને AAIBની ટીમને સોંપાશે. બ્લેક બોક્સની તપાસ બાદ પ્લેન ક્રેશ કેમ થયું તેનું કારણ જાણવા મળશે.

ફાયર વિભાગની ટીમને બ્લેક બોક્સ શોધવામાં સફળતા મળી

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ કાટમાળ હટાવવામા આવી રહ્યો છે. આ દરમિયાન પ્લેનનું બ્લેક બોક્સ શોધવા માટે તંત્ર કામે લાગ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમને બ્લેક બોક્સ શોધવામાં સફળતા મળી છે. AMCની ફાયર ટીમ દ્વારા આ બ્લેક બોક્સને DGCA અને AAIBની ટીમને સોંપવામાં આવશે. બ્લેક બોક્સ પરથી વિમાન કેમ ક્રેશ થયું તેનું કારણ જાણી શકાશે.

FSL અને AAI સહિતની ટીમો તપાસ કરી રહી છે

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. FSL અને AAI સહિતની ટીમો તપાસ કરી રહી છે. આ ઉપરાંત ડોક્ટર હોસ્ટેલમાં પણ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાર્ટસ તપાસ માટે કબ્જે લેવાયા છે. બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. NIAની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0