Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટનાનો રિપોર્ટ આજે થઈ શકે છે જાહેર, પ્લેન ક્રેશનું સાચુ કારણ સામે આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં બનેલ વિમાની દુર્ઘટનામાં આવતીકાલે એક મહિનો પૂર્ણ થશે. દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ આજે જાહેર થઈ શકે છે અને પ્લેન ક્રેશનું સાચુ કારણ સામે આવશે તો પ્લેન ક્રેશમાં 260 લોકોએ ગુમાવ્યા હતા જીવ.
પ્લેન ક્રેશમાં કેપ્ટનની સમજદારીથી અનેક લોકોના જીવ બચી ગયા
પ્લેન ક્રેશમાં કેપ્ટનની સમજદારીથી અનેક લોકોના જીવ બચી ગયા છે, કેપ્ટન સુમિત સભરવાલે દાખવી હતી સમયસૂચકતા અને ઓછું નુક્સાન થાય તેવી જગ્યાએ વિમાન લેન્ડ કરાતા ત્યાં ક્રેશની ઘટના બની છે, વિમાન ક્રેશ થશે તેનો ખ્યાલ કેપ્ટનને આવી ગયો હતો જેથી તેમણે ગીચ વસ્તી અને 3 મોટી હોસ્પિટલ્સ પર પ્લેન પડતું અટકાવ્યું હતુ.
3 સેકન્ડ પહેલાં કે 3 સેકન્ડ પછી પ્લેન ક્રેશ ન થવા દીધું
જો 3 સેકન્ડનો ફેર થયો હોત તો હજારો લોકોના જીવ આ પ્લેન ક્રેશની ઘટનામાં ગયા હોત, પ્લેન ક્રેશના સ્થળની આગળ સિવિલ હોસ્પિટલ અને બાજુમાં મિલિટરી હોસ્પિટલ આવેલી છે અને તેના થોડા અંતરે ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ છે અને 1200 બેડની હોસ્પિટલ સાથે અથડાઈ શક્યું હોત વિમાન અને અકસ્માત સ્થળે હાજર ઉડ્ડન અધિકારીએ આપી હતી માહિતી. કેપ્ટન સુમિત સભરવાલનું પણ પ્લેન દુર્ઘટનામાં નિપજ્યું મોત અને પાયલટને 8200 કલાકનો ફ્લાઇંગ અનુભવ હતો.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં હજી 4 દર્દીઓ સારવાર હેઠળ
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક મહિનો પૂરો થવા આવ્યો છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ચાર દર્દીઓ હજુ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાર દર્દીઓમાં ત્રણ પુરુષ અને એક મહિલા દર્દી છે. આ તમામ દર્દીની તબિયત હાલત સુધારા ઉપર છે. ૧૩ થી ૨૪ ટકા જેટલા દાઝી ગયા હતા, હવે તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું હોસ્પિટલ સૂત્રો કહે છે. હોસ્પિટલ સૂત્રો કહે છે કે, ચાર દર્દીઓમાં બે સ્થાનિક છે.
What's Your Reaction?






