Ahmedabad News: હાઈકોર્ટે રોંગ સાઈડ દોડતા વાહનો અને રોડ પર ગેરકાયદે પાર્ક થતા વાહનો સામે ચિંતા વ્યક્ત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. હાઈકોર્ટમાં અરજદારે આ અરજી દબાણ, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રોડ રસ્તા મુદ્દે કોર્ટના નિર્દેશોનું પાલન નહીં કરાયું હોવા અંગે કરવામાં આવી હતી. કોર્ટે રોંગ સાઈડમાં આવતા વાહનો સામે ચિંતા વ્યક્ત કરી હતી અને આવા વાહનો સામે ડ્રાઈવ ચાલુ રાખવા આદેશ આપ્યો હતો.
રોંગ સાઈડ દોડતા વાહનો સામે ડ્રાઈવ ચાલુ રાખવા આદેશ
હાઈકોર્ટમાં થયેલી દબાણ, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રોડ રસ્તા મુદ્દેની અરજી અંગે સરકારી વકીલે કહ્યું હતું કે, નવરાત્રિમાં શહેરમા ટ્રાફિકના સંચાલન માટે પોલીસના 600થી વધુ જવાનો સંચાલન માટે રાખવામાં આવ્યા છે. રાત્રે આઠ વાગ્યાથી લઈને વહેલી પરોઢે ત્રણ વાગ્યા સુધી તેઓ ટ્રાફિકના સંચાલનમાં ઉભા રહે છે. આ ઉપરાંત સરકારી વકીલે કહ્યું હતું કે, રોંગ સાઈડ આવતા વાહનો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને આવા વાહનો સામે ડ્રાઈવ ચાલુ રાખવા આદેશ કર્યો છે.
16થી 22 સપ્ટેમ્બર સુધી બ્લેક ફિલ્મવાળા 19 વાહનો જપ્ત કર્યા
પોલીસે 16થી 22 સપ્ટેમ્બર સુધી બ્લેક ફિલ્મવાળા 19 વાહનો જપ્ત કર્યા છે. જ્યારે 888 વાહનો પરથી બ્લેક ફિલ્મ હટાવાઈ હતી. છેલ્લા એકાદ મહિનાથી પોલીસ દ્વારા કાળી ફિલ્મ વાળા કાચની ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. પોલીસે નવરાત્રિ દરમિયાન ગરબાના પાર્કિંગમાં રહેલી બ્લેક ફિલ્મ વાળી ગાડીઓને પણ લોક કરી દીધી હતી. આ ઉપરાંત હાઇકોર્ટે રોડ પર સ્થિત ઈટરીમાં ગ્રાહકો દ્વારા થતા અનધિકૃત પાર્કિંગથી રોડ બ્લોક થતો હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.આ મુદ્દે વધુ સુનવણી 15 ઓક્ટોબરના રોજ યોજાશે.
What's Your Reaction?






