Ahmedabad News: સોમનાથથી દિલ્હી હવે 14 કલાકમાં પહોંચી જવાશે, કેન્દ્રની મંજૂરી મળતાં કામ શરૂ થશે

Oct 5, 2026 - 11:30
Ahmedabad News: સોમનાથથી દિલ્હી હવે 14 કલાકમાં પહોંચી જવાશે, કેન્દ્રની મંજૂરી મળતાં કામ શરૂ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવશે.ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધીની મુસાફરી હવે માત્ર 14 કલાકમાં જ પૂર્ણ થઈ શકશે.કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી મળતાં જ હવે તેના નિર્માણ કાર્યમાં ભારે વેગ આવશે. આ વિશાળ પ્રોજેક્ટ પાછળ અંદાજે 57120 કરોડનો ખર્ચ કરવામાં આવશે.જે ગુજરાત તેમજ આસપાસના રાજ્યોના રોડ પ્રોજેક્ટ્સના ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

પાડોશી રાજ્યો સાથે પણ સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે

હાલની સ્થિતિએ સોમનાથથી દિલ્હી જવા માટે સામાન્ય રીતે 22થી 24 કલાક જેટલો લાંબો સમય લાગતો હતો કારણ કે બંને સ્થળો વચ્ચેનું કુલ અંતર આશરે 1420 કિલોમીટર જેટલું થાય છે.પરંતુ આ નવા એક્સપ્રેસવેના નિર્માણ બાદ આ ભૌગોલિક અંતર ઘટીને અંદાજે 1200 કિલોમીટર જેટલું થઈ જશે.હાઇસ્પીડ કોરિડોરની સુવિધા મળવાને કારણે મુસાફરીનો સમય ઘટીને માત્ર 14 કલાક જ રહી જશે જેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકો અને પ્રવાસીઓને રાહત મળશે.આ મેગા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં અંદાજે 680 કિલોમીટર લાંબો અત્યાધુનિક સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે બનાવવામાં આવશે.આ એક્સપ્રેસવે માત્ર ગુજરાતના શહેરોને જ નહીં પરંતુ પડોશી રાજ્યો સાથે પણ સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે.

જમીન સંપાદન અને નિર્માણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે

આ હાઇવે ગુજરાતને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત કુલ છ મુખ્ય રાજ્યો સાથે સીધી સાંકળશે.જેનાથી આંતરરાજ્ય વેપાર, ઉદ્યોગ અને પરિવહનને અભૂતપૂર્વ વેગ મળશે.આ એક્સપ્રેસવે ગુજરાતની આર્થિક કરોડરજ્જુ સમાન અમદાવાદ, રાજકોટ અને પોરબંદર જેવા મુખ્ય અને વ્યસ્ત શહેરોને સીધી અને શ્રેષ્ઠ કનેક્ટિવિટી પૂરી પાડશે.સૌરાષ્ટ્ર ક્ષેત્રના આ મુખ્ય શહેરો હવે દેશના પાટનગર દિલ્હી સાથે સીધા અને હાઇ-સ્પીડ રૂટથી જોડાઈ જશે.આનાથી માત્ર મુસાફરી જ ઝડપી નહીં બને પરંતુ માલસામાનની હેરફેર પણ અત્યંત સરળ બનશે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારોને મોટો લાભ થશે.કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે જમીન સંપાદન અને નિર્માણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: ટ્રાફિક પોલીસના PSIની અટકાયત કરાઈ, દારૂના નશામાં કાર હંકારી હોવાનો આરોપ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0