Ahmedabad News : સિવિલમાં વર્ગ-4 ના કર્મીઓને ઘર ખાલી કરવા નોટિસ, તંત્રએ કોઈ વાત ન સાંભળી!

Jul 15, 2025 - 15:30
Ahmedabad News : સિવિલમાં વર્ગ-4 ના કર્મીઓને ઘર ખાલી કરવા નોટિસ, તંત્રએ કોઈ વાત ન સાંભળી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રહેતા વર્ગ 4 ના કર્મચારીઓને પોતાના રહેણાંક ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવતા ભારે વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, તેમને ઘર ખાલી કરાવવા માટે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે તેઓ વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે.

સિવિલ કેમ્પસમાં રહેતા વર્ગ-4 ના કર્મીઓને નોટિસ

પ્રાપ્ત માહિતી અનુસાર, સિવિલ કેમ્પસમાં આવેલા જર્જરિત મકાનોના રિનોવેશન કરીને રેસિડેન્ટ તબીબોને ફાળવવાના નિર્ણય બાદ વર્ગ-4 ના કર્મીઓને આ નોટિસ આપવામાં આવી છે. જોકે, કર્મચારીઓનું કહેવું છે કે, તેમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાનો સમય આપવામાં આવ્યો નથી. એક કર્મચારીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, "અમે ફરજ બજાવીએ છીએ, હોસ્પિટલની સેવા કરીએ છીએ, છતાં અમને ઘર ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. બીજે રહેવા જવા માટે અમને થોડો સમય આપવામાં આવે."

કર્મચારીઓએ તંત્ર સમક્ષ માંગણી કરી

નોંધનીય છે કે, ભૂતકાળમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં હોસ્ટેલને નુકસાન થયું હતું, જેના પગલે આ જર્જરિત મકાનોના રિનોવેશનનો નિર્ણય લેવાયો છે. પરંતુ, કર્મચારીઓનો પ્રશ્ન છે કે, તેમને રાતોરાત બેઘર કરી દેવા યોગ્ય નથી. વીજ કનેક્શન કાપી નાખવાના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે, જ્યાં સુધી તેમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી તેમને સમય આપવામાં આવે અને વીજ કનેક્શન પૂર્વવત કરવામાં આવે. આ મુદ્દે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0