Ahmedabad News: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર તૈસીર પઠાણને 20 વર્ષની સખત કેદ, કોર્ટે કહ્યું- 'આરોપી સમાજ માટે કલંક'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં સગીરાઓ પર વધતા અત્યાચારના કિસ્સાઓ વચ્ચે અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. રખિયાલ વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે આરોપી તૈસીર પઠાણને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપી પર 50 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના 26 ઓગસ્ટ, 2023ના રોજ બની હતી, જ્યારે રખિયાલ પોલીસ મથકે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી તૈસીર પઠાણે સગીરાને લલચાવી-ફોસલાવી તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
પુરાવા અને સાક્ષીઓના આધારે ચુકાદો
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં કુલ 12 સાક્ષીઓની તપાસ કરી હતી. 25 જેટલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લીધા હતા. વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓના આધારે આરોપી સામેનો ગુનો સાબિત થયો હતો.
કોર્ટની આકરી ટીકા
ચુકાદો આપતી વખતે પોક્સો કોર્ટે આરોપીના કૃત્ય પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કડક શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, દુષ્કર્મના આરોપીઓ સમાજમાં કલંક સમાન છે. આવા કૃત્યોથી સમાજની નૈતિકતા ખરડાય છે અને સગીરાઓના માનસપટલ પર તેની ગંભીર અસરો પડે છે, તેથી આરોપી પ્રત્યે કોઈ પણ પ્રકારની રહેમદિલી દાખવી શકાય નહીં.
આ પણ વાંચો - Gujarat weather Update: સાંજે 5 વાગ્યા સુધીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

