Ahmedabad News : શ્રાવણ માસ આવતા જ AMC નું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું, ફૂડ વિક્રેતાઓના ત્યાં પાડ્યા દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે છેલ્લા એક સપ્તાહથી સઘન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત અનેક એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
છેલ્લા 1 સપ્તાહમાં 1,045 એકમમાં કરી તપાસ
છેલ્લા એક સપ્તાહમાં AMC ના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 1,045 એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની દુકાનો, ફરસાણની દુકાનો અને અન્ય ખાદ્ય ઉત્પાદન એકમોનો સમાવેશ થાય છે. આ તપાસ દરમિયાન, નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસ્વચ્છતા ધરાવતા એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ડ્રાઈવના ભાગરૂપે 7 એકમોને સીલ કરવામાં આવ્યા છે જ્યારે 414 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
1,300 કિલોથી વધારે અખાદ્ય પદાર્થનો નાશ
આ ઉપરાંત, ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી એવા 1,300 કિલોથી વધુ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. આ પદાર્થોમાં વાસી ખોરાક, નબળી ગુણવત્તાવાળી સામગ્રી અને આરોગ્યપ્રદ ન હોય તેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સઘન કાર્યવાહીના ભાગરૂપે, AMC ના આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો પાસેથી રૂપિયા 12.86 લાખથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. AMC ની આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
What's Your Reaction?






