Ahmedabad News: વટવામાં 35 વર્ષ જૂના મહિલાના હત્યા કેસમાં તપાસ, ક્રાઈમ બ્રાંચે મૃતદેહ શોધવા ખોદકામ શરૂ કર્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વટવામાં હત્યાને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. 35 વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાને લઈને તપાસ શરૂ કરાઈ છે. મહિલાની હત્યા કરીને મૃતદેહ દફનાવી દીધો હોવાની માહિતી સામે આવી છે. કુતુબનગરમાં જેસીબી સાથે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. 1990માં ફરજાના નામની મહિલાની હત્યા થઈ હતી. પતિએ હત્યા કરીને મૃતદેહ ઘરમાં દફનાવી દીધો હોવાની વિગતો સામે આવી છે. ક્રાઈમ બ્રાંચે હત્યાને લઈને તપાસ હાથ ધરી છે.
મહિલાનો મૃતદેહ કુતુબનગરમાં દાટ્યો હોવાની શંકા
અમદાવાદમાં ગુનાખોરી વધી રહી છે. શહેરના વટવા વિસ્તારમાં આજથી 35 વર્ષ પહેલા થયેલી એક મહિલાની હત્યાને લઈને ફરી તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ જેસીબી મશીન સાથે મહિલાના મૃતદેહને શોધવા માટે પહોંચી હતી. 35 વર્ષ જૂના હત્યા કેસમાં મૃતદેહ કુતુબનગરમાં દાટ્યો હોવાની શંકા જતાં ક્રાઈમ બ્રાંચે ખોદકામની કામગીરી હાથ ધરી છે. આ તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચને કંકાલ કે અન્ય અવશેષો મળે તો વર્ષો જૂનો ભેદ ઉકેલાઈ જશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: ભગવાન જગન્નાથના મામા બનવા સરસપુરમાં ડ્રો યોજાયો, મેમનગરના દવે પરિવારને મળ્યો મોકો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

