Ahmedabad News: મેટ્રો સ્ટેશનો નજીક AMCનું ફ્રી પાર્કિંગ માટે આયોજન, 14 સ્ટેશન પાસે 17 પ્લોટ ફાળવ્યા

May 22, 2026 - 07:30
Ahmedabad News: મેટ્રો સ્ટેશનો નજીક AMCનું ફ્રી પાર્કિંગ માટે આયોજન, 14 સ્ટેશન પાસે 17 પ્લોટ ફાળવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થયાના 7 વર્ષ બાદ મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.મેટ્રોના રૂટ અને સમયગાળામાં વધારો થવા છતાં સ્ટેશનો નજીક પાર્કિંગ સુવિધાના અભાવે અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેટ્રો સ્ટેશનો નજીક પાર્કિંગની સુવિધા વિકસાવવાનો નિર્ણય લેવાયો છે.એએમસીએ શહેરના 14 મેટ્રો સ્ટેશનો નજીક 17 પાર્કિંગ પ્લોટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.જ્યાં નાગરિકોને મફ્ત પાર્કિંગ સાથે સીસીટીવી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે.

સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સર્વે કરીને મેટ્રો સ્ટેશનથી 100થી 500 મીટરના અંતરે આવેલા 17 રિઝર્વ પ્લોટ ઓળખી કાઢ્યા છે.આ પ્લોટો એવા સ્થળોએ પસંદ કરાયા છે જ્યાં મુસાફરો સરળતાથી પોતાના વાહનો પાર્ક કરીને મેટ્રો સેવા લઈ શકે.એસ્ટેટ વિભાગના અધિકારી હિતેન્દ્ર મકવાણાના જણાવ્યા મુજબ,પાર્કિંગ પ્લોટોને માત્ર ખાલી જગ્યાઓ તરીકે નહીં રાખવામાં આવે પરંતુ તેને સુવ્યવસ્થિત રીતે ડેવલપ કરાશે.તમામ સ્થળોએ પેવર બ્લોક, પાર્કિંગ માટે માર્ગદર્શક સાઈન બોર્ડ અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે.

ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં મદદ મળશે

કેટલાક સ્થળોએ લોકો દ્વારા વાહન પાર્કિંગનો ઉપયોગ શરૂ પણ થઈ ગયો હોવાનું જણાવાયું છે.એએમસીના આયોજન મુજબ નાગરિકોને આ પાર્કિંગ સુવિધા મફ્તમાં ઉપલબ્ધ કરાશે.પાર્કિંગ વિસ્તારમાં વાહનો ધૂળ અને કાદવમાં ન ખૂંપે તે માટે પેવર બ્લોક નાખવામાં આવશે.જ્યારે સુરક્ષાની દૃષ્ટિએ સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાથી આવરી લેવાશે.એએમસીના અધિકારીઓના મતે, સ્ટેશન નજીક સુરક્ષિત અને મફ્ત પાર્કિંગ ઉપલબ્ધ થવાથી વધુ લોકો મેટ્રોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થશે. તેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં મદદ મળશે.ઈધણ ખર્ચમાં પણ રાહત મળશે.

આ પણ વાંચોઃ Cabinet Meeting : સેવા તીર્થમાં આયોજિત મંત્રીઓની બેઠક સાડા ચાર કલાક ચાલી, વડાપ્રધાન મોદીએ આપ્યા આ નિર્દેશ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0