Ahmedabad News: બાળ તસ્કરી કેસમાં નર્સનું કામ કરતી જીનલ નીકળી માસ્ટરમાઇન્ડ, UPથી 4 આરોપી ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં બાળ તસ્કરીને લગતો મામલો સામે આવ્યો છે. જ્યાં જીનલ નામની એક યુવતી દ્વારા અગાઉથી પ્લાનિંગ કરીને એક માસૂમ બાળકના અપહરણને અંજામ આપવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જેમાં આરોપી જીનલ બાળકનું અપહરણ કરતી રંગે હાથ કેદ થઈ ગઈ છે અને તેનો ફોટો પણ સામે આવ્યો છે.પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે કે આરોપી જીનલ અગાઉ નર્સનું કામ કરતી હતી.આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજરાત સહિત ત્રણ અલગ-અલગ રાજ્યોમાં સઘન તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.જેના ભાગરૂપે ઉત્તર પ્રદેશમાંથી પણ એક આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી જીનલ પોલીસ સકંજામાં આવી ગઈ છે. શહેરના સાબરમતિ વિસ્તારમાંથી માત્ર એક મહિનાની ઊંમરના બાળકનું અપહરણ થયું હતું.
પૈસાની જરૂર હોવાથી તે બાળ તસ્કરી કરવા પ્રેરાઈ
આ ઘટના અંગે પત્રકાર પરિષદમાં અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે, અમદાવાદમાં માત્ર 1 મહિનો અને 7 દિવસની નાની વયના માસૂમ બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.જેમાં ગત 2 ઓક્ટોબરે વહેલી સવારે નંબર પ્લેટ વગરની સ્કૂટી પર સવાર એક મહિલા શ્રમજીવી વિસ્તારમાંથી આ બાળકને ઉઠાવી ગઈ હતી.જીનલ નામની આ મહિલા આરોપીને તાત્કાલિક પૈસાની જરૂર હોવાથી તે બાળ તસ્કરી કરવા પ્રેરાઈ હતી.કારણ કે તે શ્રમજીવી વિસ્તારોમાં રહેતી હોવાથી ત્યાં બાળકો સરળતાથી મળી રહે છે તેની તેને પૂરી માહિતી હતી.આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરાઈ હતી અને બાળકની ભાળ મેળવવા માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.જેમાં આરોપી મહિલા સ્કૂટી પર જતી નજરે પડી હતી.
એલસીબી સહિત કુલ 10 ટીમો કામે લાગી
આ કેસની તપાસ માટે ક્રાઈમ બ્રાંચની 6 ટીમ અને એલસીબી સહિત કુલ 10 ટીમો કામે લાગી હતી અને અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન કરીને હ્યુમન ટ્રાફિકિંગના આ મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.આ ગુનામાં એક મહિલા અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરો સહિત કુલ ચાર આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.જેમાં નોઈડાનો ભુવનેશ્વર ઉર્ફે ભાનુ આ રેકેટ ઓપરેટ કરતો હોવાનું અને બાળકના બદલામાં તેને 10 લાખ રૂપિયા મળવાના હોવાનું ખુલ્યું છે.zepto ઓનલાઇન પ્લેટફોર્મ પર કામ કરતા આરોપી સાથે આ સંપર્ક થયો હતો.પકડાયેલા સગીર આરોપીઓ સામે જુવેનાઈલ કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે બીજી તરફ રોડ પર વસવાટ કરતા બાળકો સાથે આવા અપહરણ કે ગુના ન થાય તે માટે વાલીઓમાં જાગૃતિ લાવવા માટે શહેર પોલીસ દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

