Ahmedabad News: બગોદરા બ્રિજ પર ગાંધીનગર જઈ રહેલા પરિવારની કારમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી

Aug 3, 2025 - 01:30
Ahmedabad News: બગોદરા બ્રિજ પર ગાંધીનગર જઈ રહેલા પરિવારની કારમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બગોદરા બાવળા હાઈવે પરના રોહીકા બ્રિજ પર એક ચાલુ કારમાં અચાનક આગ લાગતા સર્જાયો હતો અફરાતફરીનો માહોલ. કારમાં આગ લાગતા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પરંતુ કારમાં સવાર પતિ, પત્ની અને બાળકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ ત્યારે બન્યો જ્યારે એક પરિવાર દ્વારકાથી ગાંધીનગર પોતાના ઘરે જઈ રહ્યો હતો. બગોદરા પાસે રોહીકા બ્રિજ પર પહોંચતા તેમની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

કારમાં મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય અગત્યના દસ્તાવેજો પણ બળીને ખાખ

સદનસીબે કાર ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કાર ઊભી રાખી દીધી હતી અને પરિવારના તમામ સભ્યોને બહાર કાઢી લીધા હતા. આ કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આ આગ એટલી ભયંકર હતી કે થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ત્યાર બાદ કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. કારની અંદર રહેલા પરિવારના મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય અગત્યના દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા હતા.

ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ ધોળકા અને બાવળાથી ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળી ચૂકી હતી. આ ઘટનાએ ફરી એકવાર વાહનોની જાળવણી અને સુરક્ષા અંગે ચિંતા ઉભી કરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0