Ahmedabad News: પાલડીમાં ફાલ્કન કાર્ગોની ઓફિસમાં આવેલા પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો

Mar 11, 2026 - 16:30
Ahmedabad News: પાલડીમાં ફાલ્કન કાર્ગોની ઓફિસમાં આવેલા પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ધડાકાની જાણ થતા જ પોલીસ વિવિધ એજન્સી સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ફાયરની ટીમ દ્વારા ધડાકો કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે આ ધડાકો પાર્સલમાં આવેલા સિલિકોન સ્પ્રેમાં થયો હોવાનું અનુમાન છે. પોલીસે આ પાર્સલ ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ કરી છે.

અચાનક ઘડાકો થતાં હડકંપ મચી ગયો

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ફાલ્કન કાર્ગો ઓફિસમાં અચાનક ઘડાકો થતાં હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પાર્સલમાં આવેલા સિલિકોન સ્પ્રેના કેનમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સિલિકોન સ્પ્રે તડકામાં રાખવામાં આવતા તેના કારણે અંદર દબાણ વધી ગયું હતું અને બ્લાસ્ટ થયો હોઈ શકે છે.

અન્ય પાર્સલનું પણ ચેકિંગ શરૂ

બ્લાસ્ટની તીવ્રતા પણ નોંધપાત્ર હોવાનું કહેવાઈ રહ્યું છે.ઘટના બાદ પોલીસ દ્વારા કાર્ગો ઓફિસમાં આવેલા અન્ય પાર્સલનું પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેથી કોઈ અન્ય જોખમી સામાન તો નથી ને તેની ખાતરી કરી શકાય.સાથે જ પોલીસ દ્વારા તે પાર્સલ ક્યાંથી આવ્યા હતા અને કોણે મોકલ્યા હતા તેની માહિતી પણ મંગાવવામાં આવી છે.


આ પણ વાંચોઃ Gujarat Police : ગુજરાત ATSએ ઝડપેલ 22 કિલો એટોમિડેટ પાવડરનો કેસ, તપાસ દરમિયાન વધુ 5 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0