Ahmedabad News: ન્યૂ વસ્ત્રાલમાં AMCની ઘોર બેદરકારી, ડ્રેનેજના ખાડામાં બાઇકચાલક પટકાતા હાલત ગંભીર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે એક નિર્દોષ વાહનચાલકનો જીવ જોખમમાં મુકાયો છે. શહેરના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના કામ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં એક મોટરસાઇકલ સવાર ખાબક્યો હતો. તંત્ર દ્વારા રસ્તા પર આટલો મોટો ખાડો ખોદવા છતાં ત્યાં કોઈ સુરક્ષા સાધનો કે બેરિકેટીંગ ન મુકાતા આ અકસ્માત સર્જાયો છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અંધારામાં ખાડો ન દેખાતાં વાહનચાલક ખાડામાં ખાબક્યો
ન્યૂ વસ્ત્રાલ વિસ્તારના મુખ્ય માર્ગ પર કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનના સમારકામ માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. નિયમ મુજબ આવા કામ ચાલુ હોય ત્યારે વાહનચાલકોની સુરક્ષા માટે આસપાસ પ્રોપર બેરિકેટીંગ કે ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાના હોય છે. પરંતુ, કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ભારે આળસ દાખવીને આ ખાડાને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના જ ખુલ્લો છોડી દીધો હતો.
વાહનચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બાઇકચાલકને અંધારાના કારણે રસ્તા પર વચોવચ ખોદાયેલો આ ડ્રેનેજનો ખાડો દેખાયો ન હતો. પરિણામે, તે પૂરપાટ ઝડપે પોતાની બાઇક સાથે સીધો ખાડાની અંદર પટકાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે યુવકને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા આ વાહનચાલકને આસપાસના લોકોએ તાત્કાલિક બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

