Ahmedabad News: ન્યાયિક અધિકારી આવાસ ના મળે તો ફૂટપાથ પર સૂઈ જવાની ધમકી આપી શકે નહીં: હાઈકોર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે કોઈ ન્યાયિક અધિકારી સિટિંગ હાઈકોર્ટના જજની બદલી કરવા માટે ચીફ જસ્ટિસને કહી શકે નહીં કે જો યોગ્ય આવાસ ન મળે તો ફૂટપાથ પર સૂઈ જવાની ધમકી આપી શકે નહીં અને આ પ્રકારનું આચરણ ગંભીર ગેરવર્તણૂક ગણાય છે જે નોકરીમાંથી બરતરફી માટે જવાબદાર છે.જસ્ટિસ એન.એમ. સેંગવા ગોડા અને જસ્ટિસ જે.એમ. ઓડેદરાની ડિવિઝન બેન્ચે ન્યાયિક સેવામાંથી બરતરફ કરાયેલા એક ન્યાયાધીશના બરતરફીના હુકમને યોગ્ય અને બહાલ રાખતો જસ્ટિસ એન.એમ. સેંગવા ગોડા અને જસ્ટિસ જે.એમ.ઓડેદરાની ડિવિઝન બેન્ચે ઠરાવ્યો છે.
રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી
કેસની વિગતો મુજબ,ગત તા.3-10-2012ના રોજ સિનિયર સિવિલ જજ આશા મહીડાજી દવેની વડોદરાથી ડીસા બદલી કરવામાં આવી હતી.તેમણે ડીસાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને તેમના ક્વાર્ટર ફાળવણી માટે લેખિતમાં અરજી કરી હતી.જો કે,રજિસ્ટ્રીએ હાલ ક્વાર્ટરની સુવિધા ઉપલબ્ધ નહીં હોઈ તે માટે અસમર્થતા દર્શાવી હતી અને સાથે સાથે તેમને તેમના ખર્ચે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.જો કે,તેનાથી નારાજ થઈ મહિલા ન્યાયાધીશે પાલનપુર ડિસ્ટ્રિક્ટ જજને લેખિત જાણ કરી હતી કે, તેમને પાલનપુરની ફૂટપાથ પર સૂવાની પરવાનગી આપવામાં આવે અને જ્યાં સુધી તેમને રહેવા લાયક ઘરની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તેમના ટીએ-ડીએ સાથે પાલનપુરથી ડીસા આવવાની મંજૂરી આપવામાં આવે. પાલનપુર ડિસ્ટ્રિક્ટ જજે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું અને હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ ન્યાયીક સ્ટાફ દ્વારા સમગ્ર સેશન-સબ સેશન મૂકી દીધા હતા.એ પછી તેમને તા.24-2-2013ના રોજ તેમની વિરૂધ્ધ ચાર્જશીટ અપાયું હતું.
બરતરફીના નિર્ણયને બહાલ રાખ્યો
જેમાં તેમની વિરૂધ્ધ આરોપ લગાવાયા હતા કે,તે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ,પાલનપુર વિરૂધ્ધ જજસાહબુ રામને પાલનપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રોકવા વળ્યા હતા,એટલું જ નહીં, ડીસા કોર્ટ કોમ્પલેક્ષની સામે કૂટપાથ આખી રાત કારમાં સૂઈ રહેવાની ધમકી આપી હતી.આ આરોપોને લઈ તેમની વિરૂધ્ધમાં ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી ચાલુ હતી તે દરમ્યાન ગત તા.1-9-2013ના રોજ તેમણે હાઈકોર્ટ રજિસ્ટ્રી મારફત હાઈકોર્ટના પણ વાદી ચીફ જસ્ટિસ અને અન્ય જજીસને પોતાનો સંતાપો વ્યક્ત કરી હાઈકોર્ટના સિટિંગ જજની બદલી કરવા પત્રમાં માંગણી કરી હતી.આખરે ન્યાયિક અધિકારીની ગંભીર વર્તણૂંક અને આરોપોને ધ્યાનમાં લઈ તા.22-12-2013ના રોજ ફૂલ કોર્ટના ઠરાવ મુજબ, સ્ટેન્ડિંગ કમિટીની ભલામણના આધાર પર મહિલા ન્યાયિક અધિકારી આશા દવેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ બરતરફીના હુકમની પડકારતી મહિલા ન્યાયિક અધિકારીની રિટ અરજી હાઈકોર્ટે નકાર ફગાવી દીધી હતી અને તેમના બરતરફીના નિર્ણયને બહાલ રાખ્યો હતો.
મહિલા ન્યાયિક અધિકારીનું વર્તન ઘણું ગંભીર
હાઈકોર્ટે ન્યાયિક અધિકારીનું વર્તન ઘણું ગંભીર અને ગેરશિસ્ત સમાન ગણાવ્યું હતું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને પત્ર લખીને ફૂટપાથ પર રાત્રિ વિતાવવાની પરવાનગી માંગવી અને કલેક્ટરને આદેશ આપીને યોગ્ય આવાસ અપાવવાની માંગ કરવી એ ગંભીર ગેરવર્તણૂક છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ન્યાયિક અધિકારી માટે ક્વાર્ટર આપવું ફરજિયાત નથી, જો ક્વાર્ટર ઉપલબ્ધ ન હોય તો હાઉસ રેન્ટ એલાઉન્સ આપવામાં આવે છે જેથી તેઓ ખાનગી ભાડાના મકાનમાં રહી શકે. અરજીદાર ન્યાયિક અધિકારીએ સિટિંગ હાઈકોર્ટના જજની બદલીની ભલામણ કરવા માટે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો, જે અતિશય અયોગ્ય અને શિસ્તભંગ સમાન વર્તન કહી શકાય. તદ્પરાંત, મહિલા ન્યાયિક અધિકારીએ ચીફ જસ્ટિસ સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. અરજીદારે તપાસ કાર્યવાહીમાં પણ ભાગ લીધો ન હતો. આ તમામ ગંભીર આરોપો અને પ્રોબેશન પુરાવાઓને ધ્યાનમાં રાખીને ડિવિઝન બેન્ચે બરતરફીનો ચુકાદો ન્યાયીક પક્ષેથી યોગ્ય ગણાવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

