Ahmedabad News: દાણીલીમડામાં ક્રાઈમ બ્રાન્ચનો મોટી રેડ, 46.80 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી નોમાન શેખ ઝડપાયો

May 7, 2026 - 16:00
Ahmedabad News: દાણીલીમડામાં ક્રાઈમ બ્રાન્ચનો મોટી રેડ, 46.80 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી નોમાન શેખ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા અલ-ફલાહ એપાર્ટમેન્ટમાં રેડ કરીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 468 ગ્રામ MD ડ્રગ્સ સાથે કુખ્યાત આરોપી નોમાન શેખની ધરપકડ કરી લેવામાં આવી છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે 46.80 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

ભાડાનો ફ્લેટ રાખી ચલાવતો હતો નશાનું નેટવર્ક

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી નોમાન શેખ દાણીલીમડાના અલ-ફલાહ એપાર્ટમેન્ટમાં ભાડે ફ્લેટ રાખીને ડ્રગ્સનો વેપાર કરતો હતો. તે છેલ્લા દોઢ માસથી જુહાપુરા અને દાણીલીમડા વિસ્તારમાં પોતાનું ડ્રગ્સ નેટવર્ક ચલાવી રહ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પાસેથી MD ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ મળીને કુલ 14.63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

SMCના કરોડોના કેસમાં હતો વોન્ટેડ

નોમાન શેખ કોઈ સામાન્ય ગુનેગાર નથી. તે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અગાઉ પકડાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ હતો. એટલું જ નહીં, તેની સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ મથકોમાં 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે હાલમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Ahmedabad: નારણપુરા ક્રોસિંગ પાસે AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત, બસે 3 બાઇક અને કારને અડફેટે લીધા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0