Ahmedabad News: અમરાઈવાડીમાં પોલીસને થાપ આપવા બુટલેગરે અપનાવી અનોખી તરકીબ, પણ પ્લાન નિષ્ફળ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. અમદાવાદની અમરાઈવાડી પોલીસે બાતમીના આધારે રેડ કરીને એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો લેવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ દારૂનો જથ્થો ઘરમાં રાખેલી પાણીની ટાંકીમાં છુપાવવામાં આવ્યો હતો.
પાણીની ટાંકી બની દારૂનું ગોડાઉન
અમરાઈવાડી પોલીસને બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સોએ પોતાના ઘરમાં દારૂનો સંગ્રહ કર્યો છે. પોલીસ જ્યારે તપાસ કરવા પહોંચી ત્યારે ઘરની સ્થિતિ સામાન્ય જણાતી હતી, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા પાણીની ટાંકીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે આ અનોખો પેંતરો રચ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
5.73 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલો અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 5.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અભિષેક રાઠોડ સહિત બે સામે ગુનો
આ મામલે અમરાઈવાડી પોલીસે મુખ્ય આરોપી અભિષેક રાઠોડ સહિત કુલ બે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ આરોપીઓ અગાઉ પણ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના કયા વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો.
આ પણ વાંચો - Ahmedabad News: પાંચ વર્ષમાં CNGના ભાવમાં 31.41 રૂપિયાનો વધારો ઝીંકાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

