Ahmedabad News : અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મહત્વના સમાચાર, 60 પીડિત પરિવાર અમેરિકી કોર્ટમાં કરશે અરજી

Aug 8, 2025 - 09:30
Ahmedabad News : અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મહત્વના સમાચાર, 60 પીડિત પરિવાર અમેરિકી કોર્ટમાં કરશે અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમા 60 પીડિત પરિવાર અમેરિકી કોર્ટમાં કરશે અરજી અને બોઇંગ કંપની સામે અમેરિકી કોર્ટમાં અરજી કરશે, કોકપીટ વોઇસ રેકોર્ડર દ્વારા તપાસ કરવાની માગ ઉચ્ચારાઈ છે, ફલાઇટ ડેટા રેકોર્ડર દ્વારા તપાસ કરવાની માગ કરવામાં આવી છે, આર્થિક નફાના લીધે વિગતો છુપાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્લેનમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા

પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો સવાર હતા અને દુર્ઘટનામાં વિશ્વાસ નામના વ્યક્તિનો બચાવ થયો હતો, દુર્ઘટનાના એક મહિના બાદ તપાસ કમિટીનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દુર્ઘટના થઈ તે સમયે બંને એન્જિન બંધ થઈ ગયા હતા અને આ ઘટના બની હોવાનો પ્રારંભિક રિપોર્ટ સામે આવ્યો છે.

અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો આવ્યો હતો પ્રારંભિક રિપોર્ટ

અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો પ્રારંભિક રિપોર્ટ સામે આવ્યો હતો, વિમાન ટેકઓફ પછી તરત બંને એન્જિન બંધ થયા હતા, AAIBએ 15 પાનાનો રિપોર્ટ સાર્વજનિક કર્યો હતો, કોકપિટમાં પાઇલોટના વાતચીતનું રેકોર્ડિંગ મળ્યું છે અને એક પાઇલટે બીજાને એન્જિન બંધ થવા વિશે પૂછ્યું હતુ, બીજાએ પાઇલોટે નામાં જવાબ આપ્યો અને ટેકઓફ પછી વિમાનના પાઇલોટે કર્યો હતો મેસેજ, એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કૉલ મોકલ્યો હતો, મેડે કોલનો કોઈ જવાબ મળ્યો ન હતો, 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહી હતી ફ્લાઇટ.

પ્લેન દુર્ઘટનામાં 270 લોકોના મોત

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા હતા. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 પેસેન્જર અને 30 ક્રુ મેમ્બરના સભ્ય હતા. વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. તે સીટ નંબર 11A પર બેઠો હતો. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું પણ ટેકઓફની થોડી સેકન્ડો બાદ જ વિમાન ક્રેશ થયું હતું. ત્યારબાદ તેમાં આગ લાગી હતી. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0