Ahmedabad News: RTO સર્કલથી ચાંદખેડા જતો માર્ગ 10 જુલાઈથી બંધ, 31 જાન્યુઆરી 2027 સુધી ટ્રાફિક ડાયવર્ઝન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પિલર નિર્માણની કામગીરીને વેગ આપવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કામકાજને કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 જુલાઈથી 31 જાન્યુઆરી 2027 સુધી લાંબા સમય માટે ટ્રાફિક ડાયવર્ઝન અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન RTO સર્કલથી ચાંદખેડા તરફ જતો મુખ્ય માર્ગ તેમજ RTOથી UGVCL સુધીનો માર્ગ સામાન્ય વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સ્થાનિક રહેવાસીઓ માટે માત્ર ટુ-વ્હીલરની મંજૂરી
નવા જાહેરનામા અનુસાર બંધ કરવામાં આવેલા આ માર્ગ પરથી માત્ર સ્થાનિક રહેવાસીઓને જ રાહત આપવામાં આવી છે.જેઓ માત્ર પોતાના ટુ-વ્હીલર લઈને પસાર થઈ શકશે.અન્ય તમામ વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.સાબરમતી અને ચાંદખેડા તરફ જવા માંગતા નાગરિકો હવે ચિમનભાઈ બ્રિજ થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે, જેથી બુલેટ ટ્રેનનું કામ પણ અવરોધ વિના પૂરજોશમાં ચાલી શકે.
એમ્બ્યુલન્સ,ફાયર અને સરકારી ફરજના વાહનોને છૂટ
આ ડાયવર્ઝનને કારણે વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ડાયવર્ઝન રૂટને 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ રૂટ પર કોઈપણ વાહન પાર્ક કરવા પર સખત મનાઈ રહેશે. જો કે, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે માનવતાવાદી અભિગમ સાથે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સરકારી ફરજ પરના વાહનોને આ પ્રતિબંધિત માર્ગ પરથી પણ પસાર થવાની ખાસ છૂટછાટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat News: સુરતમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો તે કુદરતનો કહેર છે એમાં કોઈ શું કરી શકે: સાંસદ મુકેશ દલાલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

