Ahmedabad News: AMCની ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ, 20 એકમો સીલ, 153ને નોટિસ

Oct 31, 2026 - 20:30
Ahmedabad News: AMCની ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ, 20 એકમો સીલ, 153ને નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઝોન) ની રાહબરી હેઠળ શહેરમાં ગંદકી અને ન્યુસન્સ ફેલાવતા એકમો વિરુદ્ધ અત્યંત સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચલાવવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત વેપારીઓમાં ભારે હડકંપ મચી ગયો છે.

ડ્રાઈવ દરમિયાન કરાયેલી સઘન ચકાસણી

પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા ધંધાકીય એકમો, પાનના ગલ્લા, ચાની કિટલીઓ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા અને ડસ્ટબીન ન રાખતા એકમો વિરુદ્ધ ધી જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત સઘન કામગીરી કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દિવસ અને રાત્રી દરમિયાન અલગ-અલગ સ્કવોડ ટીમ બનાવીને પશ્ચિમ ઝોનના જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશના ભાગરૂપે કુલ 239 યુનિટ ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે નિયમોનું ઉલ્લંઘન કરનાર 153 યુનિટને નોટિસ ફટકારવામાં આવી છે.


Ahmedabad News: AMC West Zone Solid Waste Action Against Plastic and Dirt

પ્લાસ્ટિક જપ્તી અને વસૂલવામાં આવેલો દંડ

આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા કુલ 23.100 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે, જે પેટે રૂ. 1,24,000 નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર માર્ગો પર ગંદકી કે ન્યુસન્સ ફેલાવતા કુલ 20 ધંધાકીય એકમોને ધી જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત સીલ કરવામાં આવ્યા છે અને દંડરૂપે રૂ. 1,43,000 વહીવટી ચાર્જ વસુલ કરાયો છે. આમ, કુલ મળીને રૂ. 2,67,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

Ahmedabad News: AMC West Zone Solid Waste Action Against Plastic and Dirt

જાગૃતિ અભિયાન અને ભવિષ્યની ચેતવણી

હાલમાં પશ્ચિમ ઝોનમાં રહેણાંક વિસ્તારો અને વાણિજ્ય એકમો ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરો જાહેરમાં ન ફેંકતા, કચરાનું સેગ્રીગેશન કરી AMCના સત્તાવાર વાહનમાં જ નાખવા માટે વિશેષ IEC એક્ટિવિટી કરવામાં આવી રહી છે. આ સાથે નાગરિકોને સમજણ આપતી પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. શહેરીજનોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા કરતા આવા બેજવાબદાર એકમો સામે આગામી દિવસોમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવી જ સખત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

Ahmedabad News: AMC West Zone Solid Waste Action Against Plastic and Dirt


આ પણ વાંચો:  Ahmedabad News : 'સરદાર પટેલ રત્ન એવોર્ડ એ વ્યક્તિગત સન્માન નહીં, પણ આદર્શો પ્રત્યેની મોટી જવાબદારી...


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0